મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી...

ચીને પેંગોંગ સરોવર નજીક ફોરવર્ડ બેઝ બનાવ્યું

જમ્મુઃ. લગભગ છ મહિના પહેલા પાછળ હટવાની સમજુતિ છતા ચીની સેનાએ પેંગોંગ સરોવરના કિનારે એક નવો ફોરવર્ડ બેઝ બનાવીને ત્યાં મોટા અને ભારે શસ્ત્રોનો જથ્થો જમા કર્યો છે. જો કે આ બેઝ અંગે અલગ અલગ દાવાઓ છે.

સૈન્ય સૂત્રોનું કહેવું છે કે આ ફોરવર્ડ બેઝ પેંગોંગ સરોવરના કિનારે એલએસી પાર કરીને ભારતીય દાવાવાળા વિસ્તારમાં બનાવાયો છે જ્યારે કેટલાક સમાચારો અનુસાર, તે એલઓસીથી માત્ર બે કિ.મી. પાછળ અકસાઈ ચીનમાં બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે ૧૯૬૨ના યુદ્ધમાં ચીને લદ્દાખ સેકટરમાં જે ભારતીય વિસ્તાર પર કબ્જો કર્યો હતો તે અકસાઈ ચીન કહેવાય છે.

આ ફોરવર્ડ બેઝ અંગે મળતી માહિતી અનુસાર, ત્યાં દારૂગોળા ઉપરાંત મોટા હથિયારોનો સંગ્રહ ચીની સેના દ્વારા કરાયો છે તો એક સૂચના એમ પણ કહે છે કે પીએલએ ત્યાં એક હવાઈપટ્ટી પણ બનાવી રહી છે. સૈન્ય સૂત્રોનું કહેવુ છે કે આ બેઝને ભારતીય વિસ્તારોમાં ઘુસણખોરી કરવાના ઈરાદાથી ઉપયોગ કરી શકાય છે.

(2:53 pm IST)