મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

રાજ કુંદ્રાને કોર્ટે કર્યો જેલ ભેગો : ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડી

પોનોગ્રાફી ફિલ્મ બનાવવાના કેસમાં ન મળી રાહત

નવી દિલ્હી તા. ૨૭ : બોલીવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા વિવાદોમાં ઘેરાયેલા છે. રાજ પર અનેક સંગીન આરોપ લાગેલા છે. તેના પર અશ્લીલ ફિલ્મો બનાવા અને તેને ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરવાનો આરોપ છે. આ કેસમાં દિવસેને દિવસે નવા ખુલાસા થઇ રહ્યા છે. પોનોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને રાહત મળી નથી. તેમને ૧૪ દિવસની જેલ કરવામાં આવી છે. રાજ કુન્દ્રાના વકીલે જામીન માટે અરજી આપી છે. જામીન અરજીનો આધાર એ છે કે, તપાસ ખત્મ થઇ ગઇ છે. રાજ કુન્દ્રાને હવે જામીન આપવા જોઇએ. મુંબઇ પોલીસે રાજ કુન્દ્રાની ધરપકડનો સમયગાળો વધારવાની માંગ કરી છે. પોલીસે રાજ કુન્દ્રાની ૭ દિવસની ધરપકડની માંગ કરી છે. રાજ કુન્દ્રાને ૨૭ જુલાઇ સુધી પોલિસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હવે આજે રાજ કુન્દ્રાને રીમાન્ડ માટે કિલા કોર્ટ લઇ જવામાં આવ્યો છે. રાજને કિલા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે.પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવાના કેસમાં ફસાયેલા શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ૧૯ જુલાઈની મોડી રાત્રે ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. જે બાદ ૨૦ જુલાઈએ કોર્ટે તેને ૩ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. તે પછી ૨૩ જુલાઈએ કોર્ટે ફરીથી રાજની કસ્ટડી પોલીસને આપી હતી.

(3:51 pm IST)