મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

પેગાસસ સ્કેમ મામલે સુપ્રીમ કોર્ટમાં ત્રીજી પિટિશન : પત્રકારો ,વિરોધ પક્ષના આગેવાનો ,સરકારી અધિકારીઓ ,વકીલો ,સામાજિક કાર્યકરો ,સહિતના લોકોના ફોનની જાસૂસી કરવી તે બાબત લોકશાહી તેમજ નાગરિકોના વાણી સ્વાતંત્ર્યના ભંગ સમાન : સુપ્રીમ કોર્ટ જજના અધ્યક્ષ પદ હેઠળ તપાસ પંચ નીમવા માંગણી : આ અગાઉ એક એડવોકેટ ,એક સાંસદ ,બાદ હવે પત્રકાર એન.રામ ,તથા શશી કુમારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા

ન્યુદિલ્હી : ' પેગાસસ કાંડ ' મામલે સુપ્રીમ કોર્ટમાં ત્રીજી પિટિશન દાખલ થઇ છે. આ અગાઉ એડવોકેટ એમ.એલ. શર્મા , સાંસદ જ્હોન બ્રીટસએ પિટિશન દાખલ કર્યા બાદ હવે હિન્દૂ ગ્રુપ ઓફ પબ્લિકેશન્સના ડિરેક્ટર તથા પત્રકાર એન.રામ ,તથા એશિયાનેટના ફાઉન્ડર શશી કુમારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

પત્રકાર એન.રામ તથા શશી કુમારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં જણાવ્યા મુજબ પત્રકારો ,વિરોધ પક્ષના આગેવાનો ,સરકારી અધિકારીઓ ,વકીલો ,સામાજિક કાર્યકરો ,સહિતના લોકોના ફોનની જાસૂસી કરવી તે બાબત લોકશાહી તેમજ નાગરિકોના વાણી સ્વાતંત્ર્યના ભંગ સમાન છે. પેગાસસ સ્પાઇવેરનો દુરુપયોગ કરાયો છે. તેથી તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટના જજ અથવા નિવૃત જજના અધ્યક્ષ પદ હેઠળ તપાસ પંચ નીમવા તેમણે  માંગણી કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:46 pm IST)