મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

ટોકિયો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ મેળવનાર મીરાંબાઈ ચાનુને રેલવે આપશે 2 કરોડ રૂપિયા અને પ્રમોશન : રેલમંત્રીની જાહેરાત

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મીરાબાઇ ચાનૂને દેશનુ ગર્વ અને ભારતીય રેલવેનુ સન્માન ગણાવી કહ્યું- તેમણે પોતાની ટેલેન્ટ અને હાર્ડ વર્કથી કરોડો ભારતીયોને પ્રેરિત કર્યા છે.

ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ લઇને મીરાબાઇ ચાનૂ ભારત આવી ગયા છે. દેશ પર ફરતા તેમના સન્માનનો સિલસિલો યથાવત છે
 ભારતના નવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટોક્યો ઓલિમ્પિકના વેટલિફટિંગ ઇવેન્ટમાં સિલ્વર જીતવા માટે સન્માનિત કર્યા હતા, મીરાબાઇ ચાનૂ ને કે જેમણે 49 કિલોગ્રામની મહિલાઓની વેટલિફટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે એ કમાલ 202 કિલો વજન ઉચકીને કર્યો.
મીરાબાઇ ચાનૂના આ કમાલની ભારતીય રેલવેએ સરાહના કરી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મીરાબાઇ ચાનૂને દેશનુ ગર્વ અને ભારતીય રેલવેનુ સન્માન જણાવ્યુ. તેમણે ટ્વીટ કરીને રેલવે તરફથી તેમને 2 કરોડ રુપિયા અને પ્રમોશન આપવાની જાહેરાત કરી. રેલવે મંત્રીએ કહ્યુ કે તેમણે પોતાની ટેલેન્ટ અને હાર્ડ વર્કથી કરોડો ભારતીયોને પ્રેરિત કર્યા છે.
ભારતીય રેલવે મંત્રી પહેલા રમત-ગમત મંત્રી તરફથી પણ મીરાબાઇ ચાનૂને સમ્માનિત કરવામાં આવ્યા. તેમના સમ્માનમાં રમત-ગમત મંત્રાલય તરફથી આયોજિત કાર્યક્રમમાં રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર, રમત-ગમત રાજ્ય મંત્રી નિશિથ પ્રામાણિક સાથે પૂર્વ રમત-ગમત મંત્રી કિરન રિજિજૂ,સર્બાનંદ સોનવાલ અને જી કૃષ્ણ રેડ્ડી જેવા બીજા કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા   

(10:53 am IST)