મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં ન્યૂરોલોજિકલ સમસ્યા વધારે: અધ્યન

દર્દીઓમાં 49 ટકા એક્યૂટ એનસૈફેલોપૈથી, 17 ટકા કોમા અને 6 ટકા સ્ટ્રોક જેવા લક્ષણો

નવી દિલ્હી :  કેટલાક અધ્યયનોમાં એ વાત સામે આવી છે કે કોરોના સંક્રમણમાંથી સાજા થયા બાદ દર્દીઓને એનેક બિમારીઓનો સામનો કરવો પડે છે. તેવામાં દર્દીઓની સમસ્યા પહેલા કરતા ઘણી વધી જાય છે. આ દરમિયાન દિલ્હીની એક હોસ્પિટલે પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓમાં ન્યૂરોલોજિકલ અથવા તાંત્રિક સંબંધી સમસ્યા વધારે ખતરનાક રુપથી વધી જોવા મળી રહી છે.

દિલ્હીના મૂલચંદ હોસ્પિટલે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે જે દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે તેમને બ્રેઈન હેમરેજ અને 50 ટકા અન્ય તંત્રિકા સંબંધી સમસ્યા ખતરનાક રીતે વધી રહી છે. હોસ્પિટલના સિનિયર ન્યૂરોસર્જન ડો. આશા બક્શીએ કહ્યું કે આ રીતના મામલાનુ વધારે પ્રમાણ એ લોકોમાં જોવા મળ્યું છે જેમને પહેલાથી 2-3 મહિનાના અંતરાલમાં કોરોના સંક્રમણ થયુ છે. તેમના અનુસાર 37 ટકા દર્દીને માથાના દુઃખાવાનું લક્ષણ મળ્યું છે. ત્યારે 26 ટકા દર્દીમાં ગંધ અને સ્વાદની અછતના લક્ષણો જોવા મળી રહ્યા છે.

(12:35 am IST)