મુખ્ય સમાચાર
News of Monday, 26th July 2021

પાકિસ્તાનમાં ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ મહિલાના નિકાહ કરાવ્યા :વીડિયા વાયરલ થતા પોલીસે બચાવી

મહિલા પત્રકારે મહિલાનો વીડિયો બનાવી ટ્વિટર પર અપલોડ કરી દીધો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ધર્મ પરિવર્તન કરી મહિલાના બળજબરી પૂર્વક નિકાહ કરાવવાનો મામલો સામે આવ્યો છે. આ મહિલાનું નામ રીના મેઘવાર જણાવવામાં આવ્યું છે. તેને બળજબરીથી ઇસ્લામ કબુલ કરાવવામાં આવ્યો અને પછી મરિયમ નામ આપી મોહમ્મદ કાસિમ નામના સાથે તેના નિકાહ કરાવવામાં આવ્યા હતા. એક મહિલા પત્રકારે મહિલાનો વીડિયો બનાવી ટ્વિટર પર અપલોડ કરી દીધો હતો. વીડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાન પોલીસે સોમવારે મહિલાને છોડાવી હતી. બાદમાં મહિલા પત્રકારે દોષીતોની ધરપકડ થયાના સમાચાર પણ આપ્યા છે.

ટ્વીટ કરેલા વીડિયોમાં મહિલા પોતાની વ્યથા જણાવી રહી છે. તે પ્રમાણે રીના મેઘવાર સિંધ પ્રાંતના બાદિન જિલ્લાની રહેવાની છે. ફેબ્રુઆરી 2021માં તેના નિકાહ મોટી ઉંમરના કાસિમ સાથે કરાવી દેવામાં આવ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સમુદાયના સ્થાનીક લોકો ત્યાં પહોંચ્યા અને પોલીસની ઉપર મહિલાને છોડાવવાનો દબાવ બનાવવા લાગ્યા. ત્યારબાદ પલીસે મહિલાના પતિના ઘરે દરોડા પાડ્યા અને ત્યાંથી રીનાને આઝાદ કરાવવામાં આવી હતી.

(12:20 am IST)