મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

શિવરાજસિંહ ચૌહાણને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાથી કોંગ્રેસને વાંધોઃ સરકારીથી કેમ ટાળો છો? પૂછયો સવાલ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને કોરોના થવા પર કોંગ્રેસએ સીએમ પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો પણ હવે કોંગ્રેસએ ઇલાજ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસએ આરોપ લગાવ્યો છે કે સીએમને સરકારી ચિકિત્સા  વ્યવસ્થા પર જ ભરોસો નથી માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા છે શિવરાજસિંહ ચૌહાણ દેશના પ્રથમ મુખ્યમંત્રી છે જેમને કોરોના થયો છે કોંગ્રેસનો આરોપ કોરોના ગાઇડ લાઇન્સનુ પાલન કર્યુ ન હતું.

(10:14 pm IST)