મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

રામમંદિર ટ્રસ્ટની લોકોને કરી અપીલ: સોના-ચાંદીની ઈંટો દાનમાં ન આપો: રકમ ઓનલાઈન જમા કરાવો

અત્યાર સુધીમાં 1 ક્વિન્ટલથી પણ વધારે ચાંદી અને અન્ય ધાતુઓની ઈંટો દાનમાં મળી : તેને રાખવા માટે લોકર નથી

નવી દિલ્હી : રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હવે સોના-ચાંદીની ઈંટોનું દાન સ્વિકારશે નહીં. ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે તમામ દાતાઓને અપીલ કરી છે કે, તેઓ સોના-ચાંદી તથા અન્ય ધાતુઓની ઈંટ દાનમાં ન આપે. તેની જગ્યાએ કેશ ટ્રસ્ટના ખાતામાં જમા કરે. પ્રધાનમંત્રી મોદી 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનું ભૂમિ પૂજન કરવા અયોધ્યામાં આવી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, જાન્યુઆરીમાં લોકોએ ચાંદીની ઈંટ જમા કરાવી ત્યારે તેને સામાન્ય દાન માનવામાં આવતુ હતું. જો કે, અનેક આ સંખ્યા વધી રહી છે, તેથી તેનુ મૂલ્યાંકન કરવામાં પણ મુશ્કેલી આવી રહી છે.
આ ઉપરાંત તેને રાખવા માટે બેંકમાં લોકરની વ્યવસ્થા પણ નથી. તેથી તમામ દાતાઓને અપીલ કરી છે કે, તેઓ ઓનલાઈન દાન અથવા કેશ ટ્રસ્ટના ખાતામાં જમા કરાવે. ચંપતરાયે જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં 1 ક્વિન્ટલથી પણ વધારે ચાંદી અને અન્ય ધાતુઓની ઈંટો રામ જન્મભૂમિ ટ્રસ્ટને દાનમાં મળી છે.

(10:02 pm IST)