મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

કોરોના સંદર્ભે સ્ટેન્ફોર્ડના સર્વેમાં બિહારની મજાક થઇ

બિહારની કામગીરી નબળી હોવાનો રિપોર્ટમાં દાવો : બિહારના મોટા ભાગના વિરોધપક્ષના નેતાઓના કોરોનાને નાથવામાં બિહાર સરકાર નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ

નવી દિલ્હી, તા. ૨૭ : અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાની સારવારના સંદર્ભમાં બિહાર રાજ્યની સરકારની ઠેકડી ઊડાવી છે. બિહારે કોવિડ ૧૯ના ડેટા રિપોર્ટિંગમાં સૌથી વાહિયાત કામગીરી કરી હોવાનું યુનિવર્સિટીના નિષ્ણાતોએ તૈયાર કરેલા રિપોર્ટમાં જણાવાયું હતું. પ્રિપેરંટ રિપોઝિટરી 'મિડઆર્સિવલ્લમાં પ્રગટ થયેલા અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કેકોરોનાની ગુણવત્તાપૂર્ણ ડેટા રિપોર્ટીંગમાં ભારતનાં વિવિધ રાજ્યોમાં જુદી જુદી વિગતો મળી હતી. સૌથી નબળી કામગીરી બિહાર રાજ્ય સરકારની હતી એવું રિપોર્ટમાં જણાવાયું હતું. તાજેતરમાં બિહાર સરકારે પંદર દિવસમાં ૫૦૦ બિછાના ધરાવતી કોવિડ હૉસ્પિટલ તૈયાર કરી આપવાનો દાવો કર્યો હતો. જો કે એમાં બિહારને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન ( ડીઆરડીઓ) ખૂબ મદદ કરી રહ્યું હતું. કેન્દ્ર સરકારે બિહાર સરકારને ડીઆરડીઓની સહાય આપી હતી. ડીઆરડીઓએ બિહારના વિવિધ જિલ્લામાં ફરીને જમીન પસંદ કરવાની કવાયત હાથ ધરી હતી.

            આ કાર્યમાં જે તે જિલ્લાના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે સહાય કરી હતી. ડીઆરડીઓના અધિકારીઓને મુઝફ્ફરપુર વિસ્તારની એક જમીન પસંદ પડી હતી જ્યાં ૫૦૦ બિછાનાની કોવિડ હૉસ્પિટલ તૈયાર કરવાની યોજના છે. દરમિયાન રાજદના તેજસ્વી યાદવ સહિત  બિહારના મોટા ભાગના વિપક્ષી નેતાઓએ કોરોનાને નાથવામાં બિહાર સરકાર નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ કર્યા હતા. દેખો યહ હૈ કુમાર બિહાર હુઆ હૈ બીમાર ... એવાં સૂત્રો પણ નીતિશ કુમાર વિરુદ્ધ ગજાવાયાં હતાં. જો કે નીતિશ કુમારના ટેકેદારો કહે છે કે દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં થયા છે. બિહારમાં માત્ર કોરોનાના કેસની સમસ્યા નથી. કોશી જેવી કેટલીક નદીઓમાં વિનાશકારી પૂર આવ્યાં છે. રાજ્ય સરકારે  રીતે બબ્બે મોરચે લડત આપવાની છે એટલે માત્ર કોરોનાની વાતો કરવાથી કશું વળે નહીં. પૂરગ્રસ્તોને થાળે પાડવાની પણ સરકારની જવાબદારી છે.

(9:52 pm IST)