મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

MSME માટે ૧.૩૦ લાખ કરોડની લોન મંજૂર

ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ

નવી દિલ્હી, તા. ૨૭ : કેન્દ્ર સરકાર દ્વારા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપવા માટે જાહેર કરાયેલા લાખ કરોડ રૂપિયાના પેકેજમાંથી ૪૩ ટકા હિસ્સાને મંજૂરી આપવામાં આવી છે. સરકારી ડેટા મુજબ, બેંકો દ્વારા અત્યાર સુધી ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ અંતર્ગત ૪૩. ટકા રકમ મંજૂર કરવામાં આવી છે. ડેટા મુજબ, જુલાઈ સુધી .૧૦ લાખ કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી જે હવે વધીને .૩૦ લાખ કરોડને પાર પહોંચી ગઈ છે. એટલું નહીં લોન લેનારાઓના ખાતામાં લોનની રકમ ટ્રાન્સફર કરવાનો આંકડો પણ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ૨૩ જુલાઈ સુધી બેંકો દ્વારા લાખ કરોડ રૂપિયાના પેકેજમાંથી બેંકોને ૮૨,૦૬૫ કરોડ રૂપિયાનો પેકેજ જાહેર કરી દીધો છે. કેન્દ્ર સરકારના પેકેજ અંતર્ગત બેંક દ્વારા લાખ કરોડ રૂપિયા સુધીની રકમ જાહેર કરવાની છે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું છે કે, આગામી ત્રણ માસમાં બેંકો દ્વારા એમએસએમઈને ત્રણ લાખ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક હાંસેલ કરી શકાય છે. જે એમએસએમઈનો ટર્નઓવર ૧૦૦ કરોડ રૂપિયા સુધીનો છે તેમને લોનની સેવામાં આપવામાં આવી રહી છે.

(9:50 pm IST)