મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ માત્ર પથ્થરોથી કરાશે :અનોખી ટેકનીક અને મશીનનો પ્રયોગ થશે

રાજસ્થાનથી આવનારા વિશેષ પથ્થરો પર મશીનો લગાવાશે : કોપર, લાકડી અને વ્હાઇટ સીમેન્ટનો ઉપયોગ થશે.

નવી દિલ્હી : અયોધ્યા રામ મંદિરનું નિર્માણ માત્ર પથ્થરોથી કરવામાં આવશે. મંદિરના સુપરવાઈઝરનું કહેવું છે કે, રામ મંદિરના નિર્માણ માટે અનોખી ટેકનીક અને મશીનનો પ્રયોગ કરવામાં આવશે.

રામ મંદિરના નિર્માણને લઈ હાલ તડામાર તૈયારી ચાલી રહી છે.જયારે મંદિરના નિર્માણ માત્ર પથ્થરોથી જ કરવામાં આવશે અને પથ્થરો ખાસ રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા છે.

રામ મંદિર કાર્યશાળાના સુપરવાઇઝરે જણાવ્યું છે કે, રાજસ્થાનથી આવેલા પથ્થરોનું પણ અહીં કટિંગ થશે.

સોમપુરાએ કહ્યુ કે, આ મંદિરમાં પથ્થરોની સાથે કોપર, લાકડી અને વ્હાઇટ સીમેન્ટનો ઉપયોગ થશે.

રાજસ્થાનથી આવનારા પથ્થરોના કટીંગ માટે અહીં કાર્યશાળામાં વિશેષ મશીનો લગાવવામાં આવશે. આ બધા કામ ભૂમિ પૂજન બાદ શરૂ કરી દેવામાં આવશે.

હનુમાન ગઢીના મહંત રાજૂ દાસે જણાવ્યુ કે ટ્રસ્ટ સભ્યોએ તે નક્કી કર્યું છે કે મંદિરનું નિર્માણ માત્ર પથ્થરોથી થશે કારણ કે તે લાંબા સમય સુધી ચાલશે. તેમણે જણાવ્યું કે, સોનુ, ચાંદી અને કોપર જેને લોકો મંદિરને કાન કરી રહ્યાં છે, તેને મંદિરના પાયામાં લગાવવામાં આવશે

નક્કી કાર્યક્રમ અનુસાર રામ મંદિરના નિર્માણનું કામ 5 ઓગસ્ટે થનારા ભૂમિ પૂજન સમારોહ બાદ શરૂ થઈ જશે. આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરની આધારશિલા રાખશે. આ ખાસ કાર્યક્રમમાં પીએમ મોદી, યૂપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત કેન્દ્રીય મંત્રીઓ અને સંઘ પ્રમુખ મોહન ભાગવત ભાગ લેશે.

 

(8:31 pm IST)