મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

ટીવી ચેનલો તાત્કાલીક નવા ટેરીફ જાહેર કરોઃ ટ્રાઇનો આદેશ

નવી દિલ્હી : ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડીયા (ટ્રાઇ) એ કહ્યું હતું કે જાન્યુઆરીમાં જાહેર કરાયેલ ભાવો અંગેના નિયમો સ્વૈચ્છીક રીતે પાળવાના હોવાનો લાભ ટીવી બ્રોડકાસ્ટરો ભાવ વધારો કરીને લઇ રહ્યા છે.

ટ્રાઇએ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવેલ ભાવ અંગેના નિયમો ન પાળનાર સામે કોઇ પગલા નહોતા લીધા કેમ કે બોમ્બે હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસનો ચુકાદો માર્ચ સુધીમાં આવી જશે તેવું બધાનું માનવું હતું.

અત્યાર સુધીમાં ભારતની મોટા ભાગના ચેનલ ગ્રુપો (બ્રોડકાસ્ટરો)એ આ નિયમ પાળ્યો નથી. જો કે ટ્રાઇએ કહયું છે કે જે બ્રોડકાસ્ટરો આ નિયમ નથી પાળી રહ્યા અને હજુ ભાવ વધારો કરવાની વેતરણમાં છે હવે વધારે સમય નહીં ચલાવી લેવામાં આવે. ટ્રાઇ કન્ઝયુમર હિતના રક્ષણ માટે બનેલી સંસ્થા છે પણ હાઇકોર્ટના ચુકાદાની રાહમાં તેણે કોઇ આકરા પગલા નથી લીધા.

ટ્રાઇએ કહયું કે અમને આ બાબતે ઘણી ફરીયાદો મળી છે અને અમે હવે વધુ ધીરજ રાખીએ તો નિયમ પાળી રહેલા બ્રોડકાસ્ટરોને અન્યાય થાય.

(3:59 pm IST)