મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

વસુંધરા રાજેના કાફલા સામે સાંઢ છોડવાના મામલામાં દાખલ કેસ પાછા ખેંચી લેવાયા

કોંગ્રેસ કાર્યકરો અને અન્ય સંગઠનના યુવાનો સામે આરોપ લગાવાયો હતો

ચીડાવા તા. ૨૭ : મુખ્યમંત્રી વસંધરા રાજેના કાફલા સામે સાંઢ છોડવાનો આરોપ લગાવી બગડ થાણામાં દાલખ થયેલ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અન્યો સામેનો કેસ પાછો ખેંચી લેવાયો છે.

આ બાબતે પિલાની ધારાસભ્ય જે. પી. ચંદેયિાએ વિધાનસભામાં મુદો ઉઠાવેલ હતો. જેના કારણે ગૃહ વિભાગે કેસ પાછો ખેચી લેવા આપદેશ આપેલ.

મળતી જાણકારી અનુસાર ૨૦૧૮ માં તત્કાલીન મુખ્યમંત્રી વસુંધરા રાજેની બુહાના, ચિડાવા અને અન્ય સ્થળોએ ચુંટણીલક્ષી રેલીઓ યોજવામાં આવી હતી. આ રેલી વિશાળ કાફલા સાથે માર્ગ પરથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક નુનીયા ગોઠડા રોડ પર એક સાંઢ આવી ચડતા ભાગ દોડ મચી ગઇ હતી. આ ચેષ્ટા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અન્ય સંગઠનના કેટલાક યુવાનોએ કરી હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. પોલીસે ૧૦-૧૫ યુવાનો સામે કેસ દાખલ કર્યો હતો.

ધારાસભ્ય શ્રી ચંદેલીયાએ વિધાનસભામાં આ યુવાનો માટે અવાજ ઉઠાવતા વિશિષ્ટ શાસન સચિવ, ગૃહ વી. શ્રીવણકુમારે આદેશો કર્યા હતા. જેમાં એવુ જણાવાયુ કે રાજય સરકાર દ્વારા ૧૮ મે ૨૯ ના કેસ પાછા ખેંચવા પ્રાર્થના પત્ર ન્યાયાલયમાં રજુ કરવામાં આવે.

(12:57 pm IST)