મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

અમેરિકા-ચીનના સંબંધો વધુ વણસ્યા : ચૈગદું દુતાવાસમાં અમેરિકી ઝંડાને નીચે કરવામાં આવ્યા

બંને દેશો એક-બીજા પર રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં નાખવાનો આરોપ લગાવી રહ્યા છે

બેજીંગ, તા. ર૭ :  ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધતો આ જ રીતે ચૈંગદુના આવેલા અમેરિકી દુતાવાસને બંધ કરવાના આદેશના થોડા દિવસ બાદ ત્થા લાગેલા અમેરિકી ઝંડાને નીચે કરી દેવામાં આવ્યો છે. આજે સવારે  ચીની મીડિયાના દુતાવાસની બહાર લાગેલી સીસીટીવી ફુટેજ દ્વારા ઝંડાને ધીરે-ધીરે નીચે કરીને દેખાડયું.

બંને દેશોએ એક-બીજા પર રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં નાખવાનો આરોપ લગાવ્યો છે તે પહેલા અમેરિકાના હ્યુસ્ટનમાં આવેલા ચીની વાણિજય દુતાવાસને બંધ કરી દેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સપ્તાહમાં અમેરિકકા અને ચીનના સંબંધ શીતયુદ્ધની જેમ વણસી રહ્યા છે. અમેરિકીઓ માટે ચૈંગદુમાંથી બહાર જવાની સમય મર્યાદા સ્પષ્ટ નથી. પરંતુ ચીની વાણિજય દુતાવાસને મુળ આદેશ જાહેર કરવાના ૭ર કલાક બાદ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ચૈંગદુ વાણિજય દુતાવાસ તરફ જનારી માર્ગ સોમવારે બંધ કરી દેવામાં આવ્યો પોલીસે તેના માર્ગને અવરોધિત કરી રાખ્યા છે. એએફપીના સંવાદદાતાઓના શ્રમિકોને ઇમારતની સામેથી અમેરિકી પ્રતીક ચિન્હોને હટાવતા જોવા મળ્યા. શનિ-રવિ વચ્ચે અનેક ટ્રક દુતાવાસ આવ્યા.

ચીને આરોપ મુકયો છે કે રાજનયિક મિશનના કર્મચારીઓએ ચીનની સુરક્ષા અને હિતોને ખતરામાં મુકયા વિદેશ મંત્રાલયના પ્રવકતા વાંગ વેમબિનના સંવાદદાતાઓએ જણાવ્યું કે ચૈંગદુ વાણિજય દુતાવાસના કેટલાક અમેરિકી કર્મચારી તેમની ક્ષમતાથી બહારની ગતિવિધીઓમાં સામેલ હતા. ચીનના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરી રહ્યા હતા અને ચીનની સુરક્ષા અને હિતોને ખતરામાં નાખી રહ્યા હતા.

(12:56 pm IST)