મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

ઓગષ્ટમાં 'ચાંદી' રોકાણકારોને કરશે માલામાલ

દર વર્ષે જુનથી ઓગષ્ટ ચાંદીમાં તેજી રહે છે : લોકડાઉન ખુલવાથી ખાણ અને ઇન્ડસ્ટ્રીના કામો હવે શરૂ થતા ચાંદીમા તેજીનો ચમકારો જોવા મળશે : વરસાદ સારો થયો હોય તેની પણ અસર દેખાશે

નવી દિલ્હી તા. ૨૭ : સોના કરતા પણ ચાંદી અનેકગણું વળતર આપે તેવો તાલ ઓગષ્ટમાં જોવા મળશે. કેમ કે એક ગણિત મુજબ દર વર્ષે જુન, જુલાઇ અને ઓગષ્ટમાં 'ચાંદી' ના ભાવ ઉપર જ હોય છે.

આમ જોઇએ તો આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીએ ૩૨ ટકા રીટર્ન આપેલ છે. જાન્યુઆરીથી જુલાઇ સુધી ચાંદીની કિંમત ૧૫,૧૧૭ રૂપિયા મોંઘી થઇ હતી.

કદાચ વિચાર આવે કે ચાંદીમાં આટલી તેજી કઇ રીતે? તો કોરોના, ઇફટીમાં ઉતાર, વૈશ્વિક સંકતો કારણરૂપ માની શકાય. પરંતુ એતિહાસિક આંકડા જોઇએ તો ચાંદીના ભાવ જુન, જુલાઇ, ઓગષ્ટમાં વધુ જોવા મળે છે. તેમાય ઓગષ્ટમાં તો ચાંદી ઉચકાય જ છે. છેલ્લા ૧૦ વર્ષનો તાગ મેળવીએ તો ૧૦ વર્ષમાં ૭ વખત ચાંદીએ ખુબ સારૂ રીટર્ન આપ્યુ છે.

બીજુ એક કારણ એવુ છે કે દુનિયાભરમાં લોકડાઉન ખુલતા હવે ચાંદી ઇન્ડસ્ટ્રીઝ ધમધમી છે. એટલે માંગ વધશે. ચાંદી અત્યારે વ્યાજબી ભાવ ઉપર છે. પણ લોક ડાઉનના કારણે બંધ પડેલી ખાણો શરૂ થતા અને ચાંદીની ઇન્ડસ્ટ્રીઝ મુળ રૂપમાં આવતાની સાથે ચાંદીમાં સાચી તેજી તો હવે જોવા મળશે.

ચાંદીના ભાવ વધવા માટે હજુ એક કારણ મોસમનું પણ છે. આ વર્ષે વરસાદ સારો થવાથી આશા રાખી શકાય કે ચાંદીની બજાર ઉપર આવે.

એમ તો સોલાર પાવર પર ફુલફોમમાં કામો ચાલી રહ્યા છે. આ પેનલમાં પણ ચાંદીનો ઉપયોગ થતો હોવાથી એક કારણ એ પણ માની લઇએ તો ચાંદીમાં હજુ સારા ભાવ મળી શકે.

આમ ઓગષ્ટમાં રોકાણકારોને ચાંદી માલા માલ કરી દયે તેવો આશાવાદ રાખી શકાય છે.

(11:32 am IST)