મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

કોરોનાએ ૨૪ કલાકમાં કાળો કેર મચાવ્યો

છેલ્લા ૨૪ કલાકમાં ૪૯૯૩૧ કેસ : ૭૦૮ના મોત : દેશમાં કુલ કેસ ૧૪,૩૫,૪૫૩ : કુલ મૃત્યુઆંક ૩૨,૭૭૧: મુંબઇમાં ૨૪ કલાકમાં કોરોના ૫૭ને ભરખી ગયો તો મહારાષ્ટ્રમાં ૨૬૭ લોકોના મોત : રોજેરોજ નવા નવા રેકોર્ડ તોડે છે વાયરસ

નવી દિલ્હી તા. ૨૭ : ભારતમાં કાળમુખો કોરોના રોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૪૯,૯૩૧ નવા કેસ નોંધાયા છે. આ પહેલા એક દિવસમાં આટલા કેસ કદી સામે આવ્યા નથી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ વધુ ૭૦૮ લોકોનો ભોગ લીધો છે.

આ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસ ૧૪,૩૫,૪૫૩ થયા છે. જેમાં એકટીવ કેસ ૯,૧૭,૫૬૮ છે. દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૩૨,૭૭૧ થયો છે.

દેશમાં કોવિડ-૧૯ના કુલ ટેસ્ટ ૧,૬૮,૦૬,૮૦૩ થયા છે. જેમાંથી ગઇકાલે જ ૫,૧૫,૪૭૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

મુંબઇમાં ૨૪ કલાકમાં ૧૧૧૫ કેસ સામે આવ્યા છે અને ૫૭ના મોત થયા છે. અહિં ૬૦૯૦ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં ૬૯૩૧ નવા કેસ અને ૨૬૭ મોત નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને ૩,૭૫,૭૯૯ થઇ છે. મહારાષ્ટ્રમાં કુલ મોત ૧૩,૬૫૬ નોંધાયા છે.

તામિલનાડુમાં ૩૪૯૪, દિલ્હી ૩૮૨૭, ગુજરાત ૨૩૨૬, કર્ણાટક ૧૮૭૮, આંધ્ર ૧૦૪૧, પ.બંગાળ ૧૩૭૨, યુપી ૧૪૨૬ મોત નોંધાયા છે.

રવિવારે ભારતમાં ૫૦,૦૦૦ કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા, જયારે ૭ દિવસમાં વધુ ૫,૦૦૦ લોકોના આ જીવલેણ વાયરસના કારણે મોત થયા છે. આ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧૪ લાખને પાર પહોંચી ગયો છે. પાછલું અઠવાડિયું ભારત માટે ઘણું જ ગંભીર સાબિત થયું છે, જેમાં કુલ કેસમાં ૨૮% અને મૃત્યુઆંકમાં ૧૯% ઉછાળો નોંધાયો છે. દુનિયાની વાત કરીએ તો કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૧.૬ કરોડને પાર થઈ ગયો છે. જયારે ૬૪.૭ લાખ કરતા વધારે લોકોના મોત થઈ ગયા છે. પોઝિટિવ કેસમાં અમેરિકા (૪,૨૩૨,૯૭૯), બ્રાઝિલ (૨,૪૧૯,૦૯૧) પછી ત્રીજા નંબર પર ભારત છે, જયારે આ પછી ઉતરતા ક્રમમાં રશિયા, સાઉથ આફ્રીકા, મેકિસકોનો નંબર આવે છે. મૃત્યુઆંક પ્રમાણે જોઈએ તો અમેરિકા ૧૪.૬ લાખ કરતા વધારે કુલ મૃત્યુઆંક સાથે સૌથી વધુ પ્રભાવિત દેશ છે, જયારે બીજા નંબર પર ૮૭ હજાર મૃત્યુ સાથે બ્રાઝિલનો નંબર આવે છે. આ પછી યુકેમાં ૪૫ હજાર કરતા વધુ, મેકિસકોમાં ૪૩ હજાર કરતા વધુ, ઈટલીમાં ૩૫ હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. જે બાદ કુલ મૃત્યુઆંકની દૃષ્ટીએ ભારત છઠ્ઠા નંબરનો દેશ છે અને અહીં ૩૨ હજાર કરતા વધારે લોકોના વાયરસના કારણે મોત થયા છે.

૨૪ કલાકમાં દેશમાં કોરોના ઉડતી નજરે

૧૪ લાખ કેસો

નવા કેસ :

૪૯૯૩૨

મૃત્યુઃ

૭૦૮

સાજા થયાઃ

૩૧,૯૯૧

પોઝીટીવીટીરેટઃ

૯.૬૮ ટકા

કુલ કેસઃ

૧૪,૩૫,૪૫૩

એકટીવ કેસઃ

૪,૮૫,૧૧૪

કુલ સાજા :

૯,૧૭,૫૬૮

કુલ મોતઃ

૩૨,૭૭૧

ગઇકાલે ટેસ્ટઃ

૫,૧૫,૪૭૨

કુલ ટેસ્ટઃ

૧,૬૮,૦૬,૮૦૩

દેશમાં છેલ્લા ૫ દિ' માં કેટલા ટેસ્ટ ?

રવિવારેઃ

૪૮,૬૬૧

શનિવારેઃ

૪૮,૯૧૬

શુક્રવારેઃ

૪૯,૩૧૦

ગુરૂવારેઃ

૪૫,૭૨૦

છેલ્લા ૨૪ કલાકમાં ૫,૧૫,૪૨ ટેસ્ટ થયા

સવાર સુધીમાં નવા કેસ કેટલા ?

મહારાષ્ટ્રઃ

૯૪૩૨

આંધ્રઃ

૭૬૨૭

તામિલનાડુઃ

૬૯૮૬

કર્ણાટકઃ

૫૧૯૯

ઉ.પ.:

૩૨૪૫

બિહારઃ

૨૬૦૫

પં.બંગાળઃ

૨૩૪૧

બેંગ્લોરઃ

૧૯૫૦

તેલંગણાઃ

૧૫૯૩

ઓડીસાઃ

૧૩૭૬

આસામઃ

૧૧૪૨

રાજસ્થાનઃ

૧૧૩૨

ગુજરાતઃ

૧૧૧૦

દિલ્હીઃ

૧૦૭૫

કેરાળાઃ

૯૨૭

મધ્યપ્રદેશઃ

૮૭૪

હરીયાણાઃ

૭૯૪

જમ્મુ-કાશ્મીરઃ

૬૧૫

પંજાબઃ

૫૩૪

ઝારખંડઃ

૪૫૭

છત્તીસગઢઃ

૪૨૯

ઉત્તરાખંડઃ

૧૪૩

ગોવાઃ

૧૭૫

પોડૂંચેરીઃ

૧૩૧

હિમાચલ પ્રદેશઃ

૧૨૭

મણીપુરઃ

૫૯

નાગાલેન્ડઃ

૫૦

સિકકીમઃ

૪૫

ચંદીગઢઃ

૩૫

આંદામાન નિકોબારઃ

૨૮

(ન્યુઝફર્સ્ટ)

 

(12:59 pm IST)