મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

ગજબ છે આ ભાઈઃ પોલીસને જોઈને મોઢા પર માસ્કને બદલે પત્નિનો પેટીકોટ બાંધી દીધો

પોલીસ પણ વિચારવા લાગી કે આ ભાઈને દંડ કરવો જોઈએ કે જવા દેવા જોઈએ

ભોપાલ, તા.૨૭: કોરોના વાયરસ (કોવિડ-૧૯)નો પ્રકોપ વધાતો જતો હોવાથી લોકોએ સાવચેતી રાખવાની વધુ જરૂર છે. સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. છતાં કેટલાંક લોકો માસ્ક પહેર્યાં વગર જ ફરે છે. આવા લોકોને નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ હંમેશા તૈયાર જ હોય છે. પરંતુ તાજેતરમાં મધ્યપ્રદેશમાં એક હાસ્યાસ્પદ કિસ્સો બન્યો છે. માસ્ક પહેર્યા વગર ફરતા વ્યકિતએ પોલીસને જોઈને મોઢા પર માસ્કને બદલે પત્નીનો પેટીકોટ બાંધી દીધો. આ જોઈને પોલીસ પણ વિચારવા લાગી કે આ ભાઈનું શું કરવું.

અન્ય રાજયોની જેમ મધ્યપ્રદેશમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. જો માસ્ક ન પહેરે તો પોલીસ દંડ ફટકારે છે. એટલે પોલીસના દંડથી બચવા માટે લોકો અવનવા પૈતરા કરતાં હોય છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક ભાઈની બહુ ચર્ચા થઈ રહી છે. મધ્ય પ્રદેશના દમોહના બાંદકપુર ચાર રસ્તા પર લોકડાઉનમાં પોલીસ ચેકિંગ કરી રહી હતી અને માસ્ક ન પહેનનારાને ૧૦૦ રૂપિયાનો દંડ ફટકારતી હતી. ત્યારે ત્યાંથી પસાર થતાં એક વ્યકિતએ માસ્ક નહોતું પહેર્યુ અને જોયું કે માસ્ક ન પહેરનારાંને પોલીસ દંડ ફટકારી રહી છે. એટલે દંડથી બચવા માટે પત્નીએ તાત્કાલિક બેગમાંથી સાડી સાથે રાખેલ પેટીકોટ કાઢીને મોઢા પર બાંધી દીધો હતો. ચેકિંગ કરતી પોલીસ પણ બે મિનિટ વિચારવા લાગી હતી કે, આ ભાઈને દંડ કરવો કે નહીં અને પછી બધા ખડખડાટ હસવા લાગ્યાં હતાં.

વ્યકિતનું કહેવું છે કે, માસ્ક હતું નહીં તો દંડથી બચવા માટે આવુ કર્યુ. માસ્કની જગ્યાએ પેટીકોટ બાંધઆયો તો તેમા ખોટુ કંઈ નથી, એ પણ કોરોનાથી બચાવે છે અને સુરક્ષિત પણ રાખે છે. ભલે આ વ્યકિત હાસ્યનું પાત્ર બન્યો હોય પણ પોલીસે તેને જવા દીધો હતો. સાથે સાથે તેની પત્નિના પણ વખાણ કર્યા કે, તેણે સૂઝબૂઝ વાપરીને પતિને દંડથી બચાવી લીધો.

(10:17 am IST)