મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

આફતમાં પણ ભર્યા ગજવા : વેકસીન હજી આવી નથી ને ૧૧ દવા કંપનીઓએ કરી ૭.૫ હજાર કરોડની કમાણી

કોરોના વેકસીનની રેસ એ આ લોકોને કરી દીધા માલામાલ : અબજોની કમાણી થઇ

ન્યૂયોર્ક તા. ૨૭ : સમગ્ર વિશ્વમાં કોવિડ -૧૯ માટે રસી તૈયાર કરવાની રેસ ચાલી રહી છે. જે રેસમાં વિજેતા કોઇપણ હોય, અસલી જીત તો તેમની જેમણે 'આપત્તિને અવસર' માં ફેરવી અને લાખો ડોલરની કમાણી કરી. ઉદાહરણ તરીકે, ૨૬ માર્ચે ફ્રાન્સિસ્કોની એક નાનકડી કંપની Vaxartએ જાહેરાત કરી હતી કે તે જે રસી પર કામ કરી રહ્યું હતું તેને અમેરિકન સરકારે 'ઓપરેશન વાર્પ સ્પીડ'માં સામેલ કરી લીધું છે. આ ઓપરેશન કોરોના સામે લડવા માટે રસી અને દવાઓ વિકસાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આ પછી Vaxartના શેર આકાશે આંબી ગયા. તેઓમાં છ ગણા સુધીનો વધારો જોવા મળ્યો. એક ફંડ કે જેમણે કંપનીમાં પૈસા લગાવ્યા હતા, તેને ૨૦૦ મિલિયન ડોલરનો તરત જ નફો થયો અને તેઓ Vaxartથી અલગ થઇ ગયા.

કંપનીઓ અને રોકાણકારો એટલા માટે દાવ લગાવી રહ્યા છે કારણ કે આ રસી સફળ થશે, તેના અબજો ડોઝનું વેચાણ કરીને ભારે નફો મેળવી શકે છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ સેકટરના સીનિયર એકિઝકયુટિવ્સ અને બોર્ડ મેમ્બર્સ આ આપદાનો ફાયદો ઉઠાવામાં લાગ્યો છે. તેઓ માત્ર પોઝિટિવ જાહેરાતો કરીને જ કરોડો ડોલર બનાવી રહ્યા છે. ન્યુ યોર્ક ટાઇમ્સે ૧૧ એવી નાનકડી કંપનીઓને ઓળખી કાઢી છે કે જેમણે માર્ચથી ૧ અબજ ડોલરથી વધુના શેર વેચી દીધા છે.

કેટલીક બાબતોમાં કંપનીની અંદરવાળા શેડ્યૂલ્ડ કંપનસેશન કે ઓટોમેટિક સ્ટોક ટ્રેડર્સથી પૈસા કમાઇ રહ્યા છે. પરંતુ કેટલાક અલગથી પણ રોકાણ કરાવી રહ્યા છે. કેટલીક કંપનીઓએ એકિઝકયુટિવ્સને વેકસીન પ્રોગ્રેસની જાહેરાત કરતાં પહેલાં સ્ટોકમાં વિકલ્પ આપી દીધા. પોઝિટિવ હેડલાઇન્સ માટે કંપનીના અધિકારીઓએ આગળ વધી દાવો કર્યો છે જે કદાચ કયારે વિચાર્યો નહીં હોય. સરકાર કેટલીક કંપનીઓની તપાસ પણ કરી રહ્યું છે જેમણે ઓપરેશન વાર્પ સ્પીડની સાથે પોતાના જોડાણનો માર્કેટિંગ માટે ઉપયોગ કર્યો છે.

Vaxartએ પોતાની પ્રેસ રિલીઝમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમની રસીની પસંદગી ઓપરેશન વાર્પ સ્પીડ માટે કરવામાં આવી છે. જોકે વાસ્તવિકતા થોડી જુદી છે. શરૂઆતમાં વેકસાર્ટની રસીની પસંદગી ઓપરેશન વાર્પ સ્પીડની સાથે કામ કરી રહેલી એક એજન્સીએ કર્યું હતું. પરંતુ સ્ર્ીર્હૃીશ્વદ્દ એ કંપનીઓમાં નથી જેને આ ઓપરેશનથી કોઇ મોટી આર્થિક મદદ મળશે. અમેરિકન સ્વાસ્થ્ય વિભાગે પણ સ્પષ્ટતા કરી કે Vaxart ફંડિંગ એગ્રીમેન્ટસવાળી કંપનીઓમાં સામેલ નથી. કેટલાંક કર્મચારીઓએ માન્યું કે Vaxart જેવી કંપનીઓ વાર્પ સ્પીડમાં પોતાની ભૂમિકાને વધારી-વધારીને બતાવીને સ્ટોકના ભાવ વધારવા માંગે છે.

એવી કંપનીઓની લાંબી સૂચિ છે કે જેમના એકિઝકયુટિવ્સે છેલ્લા પાંચ-છ મહિનામાં સ્ટોકસમાંથી સારી એવી કમાણી કરી છે. ન્યૂયોર્કની એક બાયોટેક કંપની રેજેનેરોનના શેર ફેબ્રુઆરીથી ૮૦ ટકા ઉપર ચઢી ચૂકયા છે. ત્યારે કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ સ્વાસ્થ્ય વિભાગની સાથે મળીને કોવિડ-૧૯ની દવા બનાવી રહ્યા છે. ત્યારબાદ કંપનીના બોર્ડ મેમ્બર્સ અને એકિઝકયુટિવ્સ અંદાજે ૭૦૦ મિલિયનના શેર વેચી ચૂકી છે. Modernaની સ્ટોક પ્રાઇસ પણ ત્રણ ગણી વધી ગઇ છે. કંપનીના લોકોએ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૨૪૮ મિલિયનના શેર વેચ્યા છે.

(10:17 am IST)