મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

રાજસ્થાનમાં ભાજપના સહયોગી પાર્ટી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના અધ્યક્ષ - સાંસદ હનુમાન બેનીવાલ કોરોના પોઝિટીવ

છેલ્લા 10 દિવસમાં સંપર્કમાં આવેલ તમામને ટેસ્ટ કરાવવા અપીલ

રાજસ્થાનમાં ભાજપના સહયોગી પાર્ટી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ હનુમાન બેનીવાલ કોરોના પોઝિટીવ આવ્યા છે. આ વાતની જાણકારી ખુદ તેમણે ટ્વીટ કરીને આપી છે. તેમણે જણાવ્યુ હતું કે, કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.જ્યારે તેમની પત્નિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં જેટલા પણ લોકો તેમના સંપર્ક આવ્યા છે, તેમને ટેસ્ટ કરવાની ભલામણ કરી છે.

હનુમાન બેનીવાલે ટ્વીટ કરી જણાવ્યુ હતું કે, મારામાં કોરોનાના લક્ષણો દેખાતા મેં નાગૌરમાં ટેસ્ટ કરાવ્યો હતો, જે બાદ મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તથા મારી પત્નિને નેગેટિવ આવ્યો છે. મારી અપીલ છે કે, છેલ્લા 10 દિવસમાં જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે તમામ પોતાના કોરોના ટેસ્ટ કરાવે. તથા મારી નજીકના લોકો ક્વોરન્ટાઈન થાય.

(12:00 am IST)