મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

રાહુલ ગાંધીનું વધુ એક ટ્વીટ- મૂડીવાદીઓને દેશની સંપત્તિ આપવાની તૈયારીમાં છે સરકાર

મૂડીવાદીઓના હવાલે કરવા સરકારની આ ઓપરેશનલ વ્યૂહરચના

નવી દિલ્હી : કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી સરકારનાં સતત કાન પકડવાનું કામ કરી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકાર પર સતત પ્રહાર કરતા રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકારની નીતિઓ પર નિશાનો સાધ્યો છે. રાહુલે આજનાં દિવસમાં એક પછી એક ટ્વિટ કર્યા છે. જેમા અંતિમ ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર દેશની સંપત્તિ નજીકનાં મૂડીવાદીઓને સોંપવાની રણનીતિ પર કામ કરી રહી છે.

ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશની સંપત્તિને મૂડીવાદીઓનાં હવાલે કરવાની ભારત સરકારની આ ઓપરેશનલ વ્યૂહરચના...

1. PSUs ને આર્થિક રીતે અસ્થિર બનાવો.

2. મીડિયા અભિયાન અંતર્ગત , એવું કહેતા કે તે અપ્રતિસ્પર્ધી છે , તે મૂડીવાદીઓને આપવું જોઈએ.

3. નજીકનાં મૂડીવાદીઓને દાન તરીકે વેચવું.

(12:00 am IST)