મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

દુબઈમાં ફરીથી આવી રહી છે " ગ્લોબલ વિલેજ " ની સવારી : કોવિદ -19 ના કારણે 15 માર્ચ થી બંધ રહેલું ગ્લોબલ વિલેજ 25 ઓક્ટો .2020 થી આપની સેવામાં : આ વર્ષ ગ્લોબલ વિલેજનું ' રજત જયંતી ' વર્ષ હોવાથી જુદા જુદા 40 હજાર આકર્ષણોની વણઝાર : સપરિવાર મુલાકાત લઇ શકાય અને મોજના દરિયામાં ડૂબકી લગાવી શકાય તેવા બીચ ,મોલ્સ,ફૂડ કોર્ટ્સ ,પાર્ક્સ શોપિંગ ,ડાઇનિંગ , સહીત ભરપૂર રોમાંચક આયોજનો : એપ્રિલ 2021 સુધી ચાલુ રહેનારા આ વિલેજમાં વિશ્વભરમાંથી 7 મિલિયન સહેલાણીઓ ઉમટી પડવાની ધારણા

દુબઇ : 1997 ની સાલથી  શરૂ થયેલું અને કોવિદ -19 ના કારણે 15  માર્ચ થી બંધ રહેલું ગ્લોબલ વિલેજ 25 ઓક્ટો .2020 થી આપની સેવામાં ફરીથી આવી રહ્યું છે.આ વર્ષ ગ્લોબલ વિલેજનું ' રજત જયંતી ' વર્ષ હોવાથી જુદા જુદા 40 હજાર  આકર્ષણોની વણઝાર જોવા અને માણવા મળશે. સપરિવાર મુલાકાત લઇ શકાય અને મોજના દરિયામાં ડૂબકી લગાવી શકાય તેવા બીચ ,મોલ્સ,ફૂડ કોર્ટ્સ ,પાર્ક્સ ,શોપિંગ ,ડાઇનિંગ , સહીત ભરપૂર રોમાંચક આયોજનો કરાયા છે.આરોગ્ય અને સલામતી બંને માટે વિલેજને દુબઇ મ્યુનિસિપાલિટીની માન્યતા મળેલી છે.
 શેખ મોહમ્મદ બિન ઝાયેદ રોડ ,એક્ઝિટ 37 ખાતે યોજાતા ગ્લોબલ  વિલેજના રોમાંચક આકર્ષણોમાં દરિયાઈ જીવસૃષ્ટિ ધરાવતું વિશાળ ઓડિટોરિયમ ,તથા શોપિંગ માટે 3500 જેટલી શોપ્સ ,ગગનચુંબી ટાવર્સ ,રોમાંચક રાઇડ્સ ,બાળકો માટેની રાઇડ્સ, સ્કી ડાઇવિંગ ,સ્પોર્ટ્સ  ,લાઈટ એન્ડ સાઉન્ડ શો ,મ્યુઝિયમ ,તથા ફટાકડાની આતશબાજી ,સહીત મનોરંજનની મહેફિલમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે.
આ માટે એન્ટ્રી ટિકિટ 15 દિરહામ રાખવામાં આવી છે.
સમય : શનિવાર અને બુધવારે બપોરે 4 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી.( એન્ટ્રી ગેઇટ રાત્રે 11-30 કલાકે બંધ થઇ જશે ) રાખવામાં આવ્યો છે.
ગુરુવાર ,શુક્રવાર ,તથા પબ્લિક હોલિડેઝના દિવસોમાં બપોરે 4 વાગ્યાથી રાત્રીના 1 વાગ્યા સુધી ( એન્ટ્રી ગેઇટ રાત્રે 12-30 કલાકે બંધ થઇ જશે )નો સમય રાખવામાં આવ્યો છે.
સોમવાર ફેમિલી ડે તરીકે રિઝર્વ રખાયો છે.( પબ્લિક હોલી ડે સિવાય )
દુબઈમાં આ વર્ષની સમર સીઝન જુદી જુદી 41 રીતે માણી શકાશે.જેમાં બ્લુ વોટર બીચમાં સીઝર સવારી સાથે વિટામિન ' ડી ' મેળવવાની તક ,10 મિલિયન લીટર પાણીથી ભરાયેલા  વિશાળ ઓડિટોરિયમમાં શાર્ક સહીત 140 જાતની જીવશૃષ્ટિ જોવાની તક,હેલ્થ ફૂડ સાથેની ખાણીપીણીનો આનંદ ,લેડીસ નાઈટ,ફેમિલી ફન ,રંગબેરંગી ફુવારાઓ સાથેનું ફેસ્ટિવલ સીટી,તથા મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમો ડરાઇવ ઈન સિનેમા , સહિતના આકર્ષણોનો સમાવેશ થાય છે.તેવું ગલ્ફ ન્યુઝ દ્વારા જાણવા મળે છે.

(9:16 am IST)