મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં 31 વર્ષના એક ભારતીય મૂળના વ્યક્તિની ગોળી મારીને હત્યા

શહેરના ક્વિન્સ વિસ્તારમાં સતનામસિંહ નામનો આ વ્યક્તિ મિત્ર પાસેથી ઉધાર લીધેલી એસયુવીમાં પાર્કિંગમાં બેઠો હતો ત્યારે જ હત્યારાએ માથામાં ગોળી મારી હતી. આ ઘટના અમેરિકાના અન્ય રાજ્ય મેરીલેન્ડમાં સાઈચરણ નામના એક ભારતીય વ્યક્તિના માથામાં ગોળી મારીને કરવામાં આવેલી હત્યાની ઘટનાના થોડા દિવસ બાદ જ બની

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં 31 વર્ષના એક ભારતીય મૂળના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

શહેરના ક્વિન્સ વિસ્તારમાં સતનામસિંહ નામનો આ વ્યક્તિ મિત્ર પાસેથી ઉધાર લીધેલી એસયુવીમાં પાર્કિંગમાં બેઠો હતો ત્યારે જ હત્યારાએ માથામાં ગોળી મારી હતી. આ ઘટના અમેરિકાના અન્ય રાજ્ય મેરીલેન્ડમાં સાઈચરણ નામના એક ભારતીય વ્યક્તિના માથામાં ગોળી મારીને કરવામાં આવેલી હત્યાની ઘટનાના થોડા દિવસ બાદ જ બની છે. અહેવાલો અનુસાર સતનામ કાળા કલરની જીપની પાછલી બેઠકમાં બેઠો હતો ત્યારે જ તેને ગોળી મારવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ પાર્કિંગ તેના ઘરની નજીકમાં જ છે. સતનામને ગળામાં અને છાતી પર ગોળી મારવામાં આવી હતી તેને તત્કાળ નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો પણ ત્યાં તેનું મોત થયું હતું. અહેવાલો અનુસાર સતનામે પોતાના મિત્ર પાસેથી આ વાહન ઉધાર લીધું હતું અને કોઈને લેવા માટે આવ્યો હતો.

પડોશી જોઆમ કેપેલાનીએ જણાવ્યું હતું કે સિંહ 129 સ્ટ્રીટ પર હતો જ્યારે બીજી કાર તૈયારી સાથે ત્યાં પહોંચી હતી. તેણે જણાવ્યું હતું કે કારે યૂ-ટર્ન લીધો અને પરત આવી હતી અને પછી ગોળીઓ છૂટવા લાગી હતી અને પછી તે કાર 129 સ્ટ્રીટ પર આગળ જતી રહી હતી. આ ઘટના સિક્યોરિટી કેમેરા પર રેકોર્ડ થઈ ગઈ છે અને પોલીસ તપાસી રહી છે.

 

આ ઘટનાની તપાસ કરતી પોલીસ એ એંગલ પર પણ તપાસ કરી રહી છે કે બંદૂકધારી સતનામની જ હત્યા કરવા માંગતો હતો કે પછી કારના માલિકની મારવા માંગતો હતો અને તેને ખ્યાલ ન હતો કે કારની અંદર કોણ છે. અત્યાર સુધી આ ઘટનામાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર બંદૂકધારી ચાલતો ચાલતો સતનામની એસયુવી સુધી પહોંચી ગયો હતો જો કે પડોશીઓના નિવેદન અનુસાર સિલ્વર કલરની એક સિડાન કારમાંથી ગોળીબાર થયો હતો.

(1:06 am IST)