મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

ટેટ્રાહાઇડ્રોકન્નાબિનોલ (ટીએચસી) માદક દ્રવ્યની હાજરીને કારણે તેનું બજાર મજબૂત બની રહ્યું છે. અમેરિકાના વોશિંગ્ટન અને કોલોરાડો રાજ્યોએ વર્ષ 2012માં ગાંજાના બિનતબીબી ઉપયોગને કાયદેસર માન્યતા આપી દીધા પછી અમેરિકાના વિવિધ રાજ્યો તેને મંજૂરી આપી

કિશોર વયનાં બાળકોમાં પણ ગાંજાના ઉપયોગને મુદ્દે કોઇ મોટો ફેરફાર નથી આવ્યો

સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં જણાવ્યા મુજબ અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં ગાંજાના ઉપયોગને કાયદેસર કરવામાં આવતાં તેનો નિયમિત ઉપયોગ વધ્યો છે તો ગાંજાના વપરાશને વધારવામાં કોવિડ લૉકડાઉને પણ નાનકડી ભૂમિકા નિભાવી છે.

તેને કારણે ડિપ્રેશન અને આત્મહત્યાનાં જોખમો વધી રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રના કેફી દ્રવ્ય અને અપરાધ સંબંધી કાર્યાલયે પોતાના કેફી દ્રવ્યો અંગેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે ગાંજાનો ઉપયોગ વિશ્વમાં વ્યાપકપણે થતો રહે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે

ટેટ્રાહાઇડ્રોકન્નાબિનોલ (ટીએચસી) માદક દ્રવ્યની હાજરીને કારણે તેનું બજાર મજબૂત બની રહ્યું છે. અમેરિકાના વોશિંગ્ટન અને કોલોરાડો રાજ્યોએ વર્ષ 2012માં ગાંજાના બિનતબીબી ઉપયોગને કાયદેસર માન્યતા આપી દીધા પછી અમેરિકાના વિવિધ રાજ્યો તેને મંજૂરી આપી ચૂક્યા છે. ઉરુગ્વેએ દ્વારા પણ ગાંજાના બિન તબીબી ઉપયોગને 2013માં માન્યતા આપી દીધી હતી. કેનેડાએ વર્ષ 2018માં મંજૂરી આપી દીધી હતી. અન્ય દેશોમાં પણ આવા પગલાં લેવાઇ ચૂક્યાં છે. પરંતુ અહેવાલ મહદંશે અમેરિકા, ઉરુગ્વે અને કેનેડા પર કેન્દ્રિત છે. વિયેના ખાતે મુખ્યાલય ધરાવતા આ આંતરરાષ્ટ્રીય સંગઠને અહેવાલમાં જણાવ્યું છે કે ગાંજાના ઉપયોગને કાયદેસર કરવામાં આવતાં તેનો ઉપયોગ વધ્યો છે.

કિશોર વયનાં બાળકોમાં પણ ગાંજાના ઉપયોગને મુદ્દે કોઇ મોટો ફેરફાર નથી આવ્યો. હકીકતે યુવાનોમાં તેનો ઉપયોગ વધ્યો છે અને તેને કારણે ગાંજા સાથે સંકળાયેલી માનસિક બીમારીઓ અને આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ વર્ષ 2020માં 28.4 કરોડ લોકો અર્થાત વિશ્વની 5.6 ટકા જેટલી વસતીએ હેરોઇન, કોકેન સહિતના કેફી દ્રવ્યોનો ઉપયોગ કર્યો હતો અને તે પૈકી 20.9 કરોડ લોકોએ ગાંજાનો વપરાશ કર્યો હતો. અહેવાલમાં જણાવ્યા મુજબ વર્ષ 2020માં કોવિડ-19 મહામારી કાળ દરમિયાન ગાંજાના વપરાશમાં વધારો થયો હતો.

(12:58 am IST)