મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

વેલ્સના રાજકુમારને શેખ હમદ બિન જાસિમ બિન જાબેર અલ થાની પાસેથી 2011 અને 2015 વચ્ચે મળેલા 3 મિલિયન યુરોમાંથી આ રકમ ત્રીજા ભાગની : ક્લેરેન્સ હાઉસના જણાવ્યા અનુસાર, પૈસા તરત જ પ્રિન્સની માલિકીની એક ધર્માદા સંસ્થાને આપવામાં આવ્યા

રોયલ ગિફ્ટ પૉલિસી અંતર્ગત શાહી પરિવારના સભ્યો ભેટ તરીકે પૈસા સ્વીકારી શકતા નથી

રાજકુમાર ચાર્લ્સે કતારના વિવાદાસ્પદ રાજકારણી (શેખ હમદ બિન જાસિમ બિન જાબેર અલ થાની) પાસેથી પૈસાથી ભરેલી એક સૂટકેસ લીધી હતી, જેમાં 1 મિલિયન યુરો (લગભગ 8 કરોડ રૂપિયા) રોકડ હતા. રિપોર્ટ્સમાં આ વિષે જાણકારી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વેલ્સના રાજકુમારને શેખ હમદ બિન જાસિમ બિન જાબેર અલ થાની પાસેથી 2011 અને 2015 વચ્ચે મળેલા 3 મિલિયન યુરોમાંથી આ રકમ ત્રીજા ભાગની હતી.

ક્લેરેન્સ હાઉસના જણાવ્યા અનુસાર, પૈસા તરત જ પ્રિન્સની માલિકીની એક ધર્માદા સંસ્થાને આપવામાં આવ્યા હતા.
એક અહેવાલ મુજબ, કતારના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ (શેખ હમદ બિન જાસિમ બિન જાબેર અલ થાની)એ ચાર્લ્સ સાથે કરેલી ખાનગી બેઠકોમાં તેમને રોકડ આપી હતી. એક મીટિંગ દરમિયાન તેમણે કથિત રીતે પ્રિન્સને કેરિયર બેગમાં 1 મિલિયન યુરો આપ્યા હતા. 2015 માં ક્લેરેન્સ હાઉસ ખાતે બીજી વખત આમને-સામને થયેલી મીટિંગ દરમિયાન રાજકુમાર ચાર્લ્સે રોકડમાં 1 મિલિયન યુરો ભરેલી બીજી બેગ સ્વીકારી હતી.

શાહી ઘરના બે સલાહકારો દ્વારા રોકડની ગણતરી કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે આ રકમ બંધ થઇ ચુકેલી 500 યુરોની નોટોમાં હતી. મળતી માહિતી મુજબ, પેલેસના સહયોગીઓની વિનંતી પર ખાનગી બેંક અકાઉટ્સને ચાર્લ્સનાં લંડન સ્થિત ઘરેથી આ સૂટકેસ મળી હતી. આ રકમ પ્રિન્સ ઓફ વેલ્સના ચેરિટેબલ ફંડમાં જમા કરવામાં આવી હતી. તે એક લો-પ્રોફાઇલ સંસ્થા છે કે જે સ્કોટલેન્ડમાં પ્રિન્સ પેટ પ્રોજેક્ટ અને દેશમાં તેની મિલકતને નિયંત્રિત કરે છે.

રોયલ ગિફ્ટ પૉલિસી અંતર્ગત શાહી પરિવારના સભ્યો ભેટ તરીકે પૈસા સ્વીકારી શકતા નથી. તેઓ ચેરિટીના કસ્ટોડિયન તરીકે અથવા તેના વતી ચેક સ્વીકારી શકે છે. પ્રિન્સ ચાર્લ્સની શેખ સાથેની મુલાકાતને કોર્ટના પરિપત્રમાં સામેલ કરવામાં આવી ન હતી, જે શાહી પરિવારના લોકોના સત્તાવાર કાર્યોની સૂચિ હતી. હવે રિપોર્ટના દાવાએ પ્રિન્સ ચાર્લ્સ પર ઘણા સવાલો ઉભા કર્યા છે. નાણાં પ્રાપ્ત કર્યા પછી, પ્રિન્સ ચાર્લ્સે HBJના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ સહિત અનેક વખત કતારની મુલાકાત લીધી હતી. જો કે આ ચૂકવાયેલી રકમ ગેરકાયદેસર છે, એવા કોઈ પુરાવા નથી.

(12:50 am IST)