મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

એક યુવાનની આગોતરા જામીન અરજી ફગાવી દેતા બોમ્બે હાઈકોર્ટે એક મહત્વની ટીપ્પણી કરી છે. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ભારતી ડાંગરે એવું જણાવ્યું કે કોઈ છોકરી સાથે ખાલી ફ્રેન્ડશીપ હોવા માત્રથી છોકરો તેના મનનું ધાર્યું ન કરી શકે અને તેને શારીરિક સંબંધ બાંધવાની મંજૂરી તરીકે ન ગણી શકે

પોતાની ધરપકડની આશંકાએ એક યુવાનની આગોતરા જામીન અરજી ફગાવી દેતા બોમ્બે હાઈકોર્ટે એક મહત્વની ટીપ્પણી કરી છે. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ભારતી ડાંગરે એવું જણાવ્યું કે કોઈ છોકરી સાથે ખાલી ફ્રેન્ડશીપ હોવા માત્રથી છોકરો તેના મનનું ધાર્યું ન કરી શકે અને તેને શારીરિક સંબંધ બાંધવાની મંજૂરી તરીકે ન ગણી શકે.

22 વર્ષીય છોકરીએ તેની વયના યુવાન સાથે મિત્રતા બાંધી હતી. 2019માં છોકરીએ એવો આરોપ મૂક્યો તે અને તેનો મિત્ર જ્યારે તેમના ત્રીજા કોઈ મિત્રના ઘેર ગયા ત્યારે તેણે લગ્નની લાલચ આપીને મારી સાથે જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. છોકરીએ કહ્યું કે તેણે મને એવું પણ કહ્યું હતું કે તે તેને ગમે છે અને તેની સાથે લગ્ન કરી લેશે. ત્યાર બાદ ઘણી વાર તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો અને આ શારીરિક સંબંધોને કારણે છોકરી ગર્ભવતી બની હતી અને તેને 6 મહિનાનો ગર્ભ રહ્યો હતો. આથી છોકરીએ તેને આ વાતની જાણ કરીને લગ્ન કરી લેવાનું દબાણ કર્યું હતું પરંતુ છોકરો છટકી ગયો અને કહ્યું કે મારે આ ઘટના સાથે કંઈ લેવાદેવા નથી અને તેણે ઉલટાનું છોકરીને હલકી કક્ષાની ગણાવી હતી. છોકરીએ તેના આરોપમાં એવું પણ કહ્યું કે મેં લગ્ન કરવા માટે તેને વારંવાર કહ્યું હતું પરંતુ તેણે મારી વાત ઉડાવી મૂકી હતી. છોકરાની બેવફાઈને કારણે આખરે તેણે હાઈકોર્ટનું દ્વાર ખખડાવ્યું હતું.

જસ્ટિસ ડાંગરેએ જણાવ્યું હતું કે, "જ્યારે કોઈ પુરુષ અને સ્ત્રી સાથે કામ કરતા હોય છે, ત્યારે તે એકદમ શક્ય છે કે તેમની વચ્ચે નિકટતા વિકસી શકે છે, તે કાં તો માનસિક રીતે સુસંગત હોઈ શકે છે અથવા એકબીજામાં મિત્રો તરીકે વિશ્વાસ મૂકી શકે છે. કારણ કે મિત્રતા જેન્ડર-આધારિત નથી. જો કે, વધુ ન્યાયી લૈંગિક વ્યક્તિ સાથેની આ મિત્રતા, કોઈ પુરુષને તેના પર બળજબરી કરવા માટેનું લાઇસન્સ આપતી નથી, જ્યારે તે ચોક્કસપણે સંભોગનો ઇનકાર કરે છે. હાઇકોર્ટે ઉમેર્યું હતું કે, "દરેક મહિલા સંબંધમાં 'આદર'ની અપેક્ષા રાખે છે, પછી ભલે તે પરસ્પર સ્નેહ પર આધારિત મિત્રતાની પ્રકૃતિ હોય.તેમાં નોંધ્યું હતું કે, "અહીં અરજદાર છે, જેના પર લગ્નના બહાને જાતીય સંબંધ જાળવવાનો આરોપ છે, પરંતુ જ્યારે ફરિયાદીએ ગર્ભધારણ કર્યું, ત્યારે તે આરોપ લગાવીને બહાર નીકળી ગયો કે તેણીએ કરેલી ગર્ભાવસ્થા અન્ય વ્યક્તિઓ સાથેના તેના સંબંધોને કારણે છે.

(11:37 pm IST)