મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

તિસ્તાની નજીક રહેલા રઈસ ખાને દાવો કર્યો છે કે આ ધરપકડ પહેલા જ થવી જોઈતી હતી, જ્યારે અમે તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી

રઈસ ખાને કહ્યું કે હવે જે ધરપકડ થઈ છે તેમાં તમામ ખુલાસાઓ થશે.

તિસ્તા સેતલવાડ કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, તિસ્તાની નજીક રહેલા રઈસ ખાને દાવો કર્યો છે કે આ ધરપકડ પહેલા જ થવી જોઈતી હતી, જ્યારે અમે તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી: રઈસે કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટમાં સાબિત થઈ ગયું છે કે તેણે પીડિતાના તમામ પૈસા પોતાના પર ખર્ચ્યા.

રઈસે કહ્યું કે તિસ્તાએ વિક્ટિમ સાથે છેતરપિંડી કરી છે. આવા લોકોને માફ ન કરવા જોઈએ. તિસ્તાએ દેશ-વિદેશમાંથી ફંડ જમા કરાવ્યું અને તેનો એક ટકા પણ પીડિતને આપ્યો નહીં. વર્ષ 2008માં આ કારણે મારી તેની સાથે ઝઘડો પણ થયો હતો.રઈસે કહ્યું કે હું મુંબઈમાં હતો, 1992ના રમખાણો દરમિયાન તિસ્તાને મળ્યો, પછી તે એક અખબારમાં રિપોર્ટિંગ કરતી હતી. તે પછી તેણે રાજીનામું આપી દીધું અને કોમ્બેક્ટ ન્યાય મંચના નામથી એનજીઓ બનાવી . જે અંતર્ગત તિસ્તા કામ કરતી હતી. મેં પણ તેને આમાં સાથ આપ્યો. પરંતુ વર્ષ 1992માં કામ પૂરું થયા બાદ તેની સાથેના સંબંધો ખતમ થઈ ગયા.

આ મામલે વધુ વાત કરતા રઈસે કહ્યું કે, 2002ના રમખાણો પછી હું ગુજરાતમાં હતો, રમખાણો પછી તિસ્તાએ મારો સંપર્ક કર્યો અને કહ્યું કે આપણે રમખાણો પીડિતો સાથે વાત કરીએ, અમે અહીં પણ તેમના માટે કામ કરીશું. રઈસે કહ્યું કે હું તિસ્તાને ઈમાનદાર મહિલા માનતો હતો. જ્યારે તિસ્તા ગુજરાતમાં આવી ત્યારે મેં તેને નરોડા પાટિયા, નરોડા ગામ, સરદારપુર જેવા વિવિધ વિસ્તારોમાંથી આવેલા રમખાણ પીડિતો સાથે પરિચય કરાવ્યો.

જે બાદ તિસ્તાએ પીડિતોને કહ્યું કે અમે તમને ન્યાય અપાવીશું અને તમને આર્થિક મદદ પણ કરીશું. જે બાદ પીડિતોના નામે ફંડ આવ્યું, પરંતુ જે મદદ પહોંચવાની હતી તે તેમના સુધી પહોંચી ન હતી. રઈસે જણાવ્યું કે વિક્ટિમનું એફિડેવિટ કરવામાં આવ્યું હતું, જેમાં વિક્ટિમને એ પણ ખબર નહોતી કે તેમાં શું લખ્યું છે અને તિસ્તાએ તે સોગંદનામું રમખાણોની તપાસ કરી રહેલા SIT અને નાણાવટી કમિશનની સામે મૂક્યું, પરંતુ જ્યારે નાણાવટી કમિશન અને SITની સામે કોર્ટમાં હાજર થયા અને નિવેદનમાં વિરોધાભાસ હતો, પછી તે બહાર આવ્યું.

આવી સ્થિતિમાં, મેં તેમને કહ્યું, તમે કોના નામે ફંડ લાવો છો, તેમને આપો. તો તિસ્તાએ કહ્યું કે તમને ખબર નથી, હું જ્યાંથી ફંડ લાવું છું, તે મેળવવું ખૂબ મુશ્કેલ છે અને તેમાં પણ તેઓ એજન્ટો આપે છે તેમાંથી 50 ટકા ફંડ લે છે. તો એમાં જે બચ્યું છે તેમાંથી આપણે આપણો ખર્ચ ક્યાંથી આપીશું?

રઈસે કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટમાં સાબિત થઈ ગયું છે કે તેણે પીડિતાના તમામ પૈસા પોતાના પર ખર્ચ્યા. તિસ્તા ગુલબર્ગ સોસાયટીને મ્યુઝિયમ બનાવવા માગતી હતી, પણ હું તેની તરફેણમાં નહોતો. કારણ કે જેઓ વિક્ટિમ હતા તેઓ સોસાયટીમાં રહેતા ન હતા અને અન્ય જગ્યાએ રહેતા હતા. તે ગુલબર્ગ સોસાયટી વેચવા માંગતા હતા, પરંતુ તિસ્તા કહેતી હતી કે તે તેને મ્યુઝિયમ બનાવશે અને તેમાંથી ફંડ લેશે. તિસ્તા સાથે મારી આ બાબતને લઈને ઝઘડો થયો હતો અને મેં 2008માં તેની સાથે બબાલ થતા અલગ થઇ ગયો.

તેમણે કહ્યું કે મેં તિસ્તા વિરુદ્ધ ઘણી ફરિયાદ કરી છે. FIR પણ નોંધવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. કારણ કે તિસ્તાનો રાજકીય પ્રભાવ ઘણો વધારે હતો. તેના રાજકીય સંબંધો અને પોલીસ સાથેના સંપર્કો પણ સારા હતા. હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. રઈસે કહ્યું કે જો ATS મને બોલાવશે તો હું ચોક્કસ ATS સામે જુબાની આપીશ અને ખુલાસો કરીશ.

 

(11:36 pm IST)