મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

શું શિવસેનાના બાગીઓ ‘મનસે'માં ભળી જશે? રાજ ઠાકરે - શિંદે વચ્‍ચે ૪ વખત ગુપ્‍ત મિટીંગ

શું ઠાકરેના પક્ષમાં થયેલ બળવાનો અંત બીજા ઠાકરેના પક્ષમાં આવશે ?

મુંબઇ, તા.૨૭: એક ઠાકરેના પક્ષમાં થયેલ બળવાનો અંત શું બીજા ઠાકરેના પક્ષમાં જોડાઇને આવશે ? શું શિવસેનાના બળવાખોર ધારાસભ્‍યોના સભ્‍યપદ બચાવવા માટે એકનાથ શિંદેના નેતૃત્‍વમાં બળવાખોર ધારાસભ્‍યોનું જૂથ મનસેમાં ભળી જશે ? મુંબઇ રાજકીય નાડી પારખનારા લોકો આ સવાલોના જવાબમાં શકયતાઓ જોઇ રહ્યા છે.

એનબીટીને એક સૂત્રે જણાવ્‍યું કે રાજ ઠાકરેની નજીકના એક નેતાએ આ સંબંધે ચારવાર ફોન પર એકનાથ શિંદે સાથે વાત કરી છે. સમાચાર છે કે આ પ્રસ્‍તાવ પર ગત દિવસોમાં વડોદરામાં થયેલ ગુપ્‍ત મિટીંગમાં પણ આના માટે તૈયાર છે કેમ કે એનાથી બળવાખોર ધારાસભ્‍યોને ઠાકરેનું નામ અને હિંદત્‍વ એ બંને વાતો સાહજીક રીતે મળશે.

રાજ ઠાકરેનો પક્ષ મનસે ચુંટણી પંચ અને વિધાનસભામાં રજીસ્‍ટર્ડ છે. વિધાનસભામાં તેનો એક ધારાસભ્‍ય પણ છે, પણ અત્‍યારે મુશ્‍કેલી એ છે કે ભાજપાનું કેન્‍દ્રિય નેતૃત્‍વ રાજ ઠાકરે પણ ભરોસો નથી રાખી શકતું. તેને લાગી રહ્યું છે કે સરકારમાં આવ્‍યા પછી રાજ ઠાકરેને સંભાળવા ઉધ્‍ધવ ઠાકરેને સંભાળવા કરતા વધારે મુશ્‍કેલ બની શકે છે. પણ મહારાષ્‍ટ્ર ભાજપાના એક મોટા નેતાને રાજ ઠાકરેને કંટ્રોલમાં રાખવાની જવાબદારી લેવાની વાત કરી છે.

સૂત્રોનું કહેવુ છે કે રાજ ઠાકરેએ આના પર અત્‍યારે નિર્ણય લેવાનો છે. તેના બદલામાં તેમને બીએમસી ચુંટણીમાં ફાયદો આપવાનું કહેવાઇ રહ્યું છે હવે જોવાનુ એ છે કે ભાજપાની કેન્‍દ્રિય નેતાગીરી આના માટે તૈયાર થાય છે કે પછી બળવાખોરોને ભાજપામાં જ સામેલ કરી લેવાય છે. બીજો સવાલ એ પણ છે કે શું રાજ  ઠાકરે, બાળા સાહેબ ઠાકરેના પક્ષ શિવસેના વિરૂધ્‍ધ મનસેનો ઉપયોગ કરવા દેવા તૈયાર છે ? જો કે એ વાત પણ છે કે બીએમસીમાં પોતાની સત્તા મજબૂત કરવા માટે શિવસેના આ પહેલા મનસેના સાત સભ્‍યોને એક સાથે તોડી ચૂકી છે જેનું દુઃખ હજુ સુધી રાજ ઠાકરેને છે.

(11:34 am IST)