મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

એક જ દિવસમાં ૪૫ ટકાનો ઉછાળોઃ નવા ૧૭,૦૭૩ કેસઃ ૨૧ના મોત

દેશમાં રોકેટ ગતિએ કોરોનાના કેસ વધ્‍યા

નવી દિલ્‍હી, તા.૨૭: દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.જે ચિંતાજનક બાબત છે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૭,૦૭૩ નવા કેસ નોંધાયા છે. એક જ દિવસમાં કોરોનાને કારણે ૨૧ લોકોના મોત થયા છે. આ સાથે ભારતમાં કોવિડ-૧૯ કેસમાં ૪૫.૪ ટકાનો ઉછાળો આવ્‍યો છે. દેશમાં અત્‍યાર સુધીમાં કુલ કોરોના રસીકરણ ૧,૯૭,૧૧,૯૧,૩૨૯ થઈ ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં, ૨,૪૯,૬૪૬ કોરોના રસીકરણ કરવામાં આવ્‍યા છે.

હાલમાં દેશમાં ૯૪૪૨૦ એક્‍ટિવ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૨૦૮ લોકો સાજા થયા છે. આ સાથે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્‍યા વધીને ૪૨૭૮૭૬૦૬ થઈ ગઈ છે. જણાવી દઈએ કે રવિવારે દેશમાં કોરોનાના ૧૧,૭૩૯ નવા કેસ સામે આવ્‍યા હતા.નોંધપાત્ર વાત એ છે કે, રવિવારે મહારાષ્‍ટ્રમાં કોરોના વાયરસના  ૬,૪૯૩ નવા કેસ નોંધાયા હતા, જેમાં સંક્રમિત કુલ કેસોની સંખ્‍યા ૭૯,૬૨,૬૬૬ થઈ ગઈ હતી અને પાંચ લોકોના મળત્‍યુને કારણે મળત્‍યુઆંક ૧,૪૭,૯૦૫ પર પહોંચ્‍યો હતો. મુંબઈમાં પાંચ દર્દીઓના મોત થયા છે.

એક અધિકારીએ જણાવ્‍યું કે જે કેસ શનિવારે ICMR પોર્ટલમાં ટેકનિકલ ખામીને કારણે મેચ ન થઈ શકયા તે પણ રવિવારના ટેબલમાં ઉમેરવામાં આવ્‍યા છે. તેમણે માહિતી આપી હતી કે રાજ્‍યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્‍યા ૨૪,૬૦૮ છે. તેમણે જણાવ્‍યું કે સાજા થનારા લોકોની સંખ્‍યા વધીને ૭૭,૯૦,૧૫૩ થઈ ગઈ છે.

(10:28 am IST)