મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૦૩

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ઇતીહાસ

‘‘ઇતિહાસ ખૂબજ બેડોળ છે તેમાં બધા દુઃસ્‍વપ્‍નો જ છે.''

માનવજાત પાસે ેપોતાના વિશે લખવા માટે હજુ કઇ  છે જ નહી- ફકત અમુક ઘટનાઓ કોઇ બૂધ્‍ધ, કોઇ જીસસ

માનવજાત હિંસા, યુધ્‍ધ અને પાગલપન વચ્‍ચે રહી છે. તેથી ભૂતકાળ ભૂલી જવો જ સારો  છે તે મદદ નથી કરતો મનને ખરાબ જ કરે છે. ભૂતકાળને જોતા તે ખૂબજ આશા વિહીન લાગે છે.

ઇતિહાસ વાંચવા કે લખવા લાયક છે જ નહી ઇતિહાસમાં રૂચી હોવી એ સારૂ નથી ઇતિહાસ ભૂતકાળ સાથે જોડાયેલ છે તે મૃત છે. આપણું ધ્‍યાન અત્‍યારે શુ છે તેના પર હોવુ જોઇએ વર્તમાન ક્ષણમાં ફકત ઇતિહાસ જ ભૂલવાનો નથી. પરંતુ તમારૂ જીવનચરિત્ર પણ ભૂલી જવાનું છે અને દરેક સવારે દિવસની શરૂઆત એવી રીતે કરો કે બધુ જ નવુ છે, જાણે તમે પહેલા હતા જ નહી આને જ ધ્‍યાન કહે છે, દરેક ક્ષણની નવી રીતે શરૂઆત કરવી. જયારે તમે ભૂતકાળ વિશે કઇ જાણતા નથી અને તમે તેમાંથી કઇ લેતા નથી તો તમે ભવિષ્‍યનું પણ નહી વિચારો, ભૂતકાળ અદ્રશ્‍ય થશે તો ભવિષ્‍ય પણ અદ્રશ્‍ય થઇ જશે તેઓ બંને જોડાયેલા છે પછી શુધ્‍ધ વર્તમાન બચશે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:39 am IST)