મુખ્ય સમાચાર
News of Friday, 26th June 2020

ચીનાઓ આડા ફાટયા: પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 25 રૂ.નો જંગી વધારો ૧ લિટરના 100 રૂપિયા

ઉર્જા ક્ષેત્રે નીકળતા લેણા (લોન)ની ચુકવણી વધુ 10 વર્ષ મુલતવી રાખવા વિનંતીને ચીને ફગાવી દેતા ભાવમાં ભડકો

પાકિસ્તાને પેટ્રોલના ભાવ 74.52 થી વધારી સીધા 100.10 રૂ. અને હાઈ સ્પીડ ડીઝલના ભાવ 80.15 રૂ. થઈ સીધા વધારીને 101.46 રૂ. કરી નાખ્યા છે. કેરોસીનના ભાવ પણ પ્રતિ લિટરના રૂ. 35.56 થી વધારી 59.06 કરી નાખ્યા છે  (ટાઈમ્સ ઓફ ઇસ્લામાબાદ)

 પાકિસ્તાને ચીનને ઉર્જા ક્ષેત્રે નીકળતા લેણા (લોન)ની ચુકવણી વધુ 10 વર્ષ મુલતવી રાખવા વિનંતી કરી છે પણ ચિની કમ્પનીઓ ઘસીને સમય વધારી આપવા ઇનકાર કરતા હવે પાકિસ્તાન સરકાર વીજળી અને પેટ્રોલના ભાવ વધારી રહી છે. પેટ્રોલના ભાવમાં 1 લીટરે 25 થી 30 રૂપિયા વધારો ઝીંકાયો.

(12:25 am IST)