News of Wednesday, 26th June 2019
ગોંડલ પંથકના અનેક ગામોમાં વાદળું ફાટ્યું હોય તેમ દોઢ કલાકમાં 7થી 8 ઇંચ વરસાદ ખબક્યો
ખેતરોના પાણીએ વહેણ બદલ્યા :સેંકડો ખેતરોમાં નુકશાન :ત્રણ વર્ષ પહેલાની પૂર હોનારતની યાદ તાજી
ગોંડલના દેરડી કુંભાજી ,મોટી ખીલોરી,રાણસીકી,વિંઝીવડ અને નાના સખપુર ગામોના સિમ વિસ્તારોમાં વાદળું ફાટ્યું હોય તેમ દોઢ કલાકમાં 7 થી 8 ઇંચ જેવીઓ ભારે વરસાદ પડ્યો લાતી ભારે વરસાદને કારણે ખેતરોના પાણીએ વહેણ બદલ્યા સાથે સેંકડો ખેતરોને નુકશાન થયાનું જાણવા મળે છે આજના વરસાદથી આ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા સર્જાયેલ પૂર હોનારતની યાદો ફરી તાજી થઇ હતી બિન સત્તાવાર બે લોકોના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે
(12:40 am IST)