મુખ્ય સમાચાર
News of Friday, 26th May 2023

ઇમરાનખાન કોકીન અને આલ્કોહોલ જેવા પદાર્થનું કરે છે સેવન :પાકિસ્તાન સરકારે જાહેર કર્યા મેડિકલ રિપોર્ટ

પેનલે તેમની માનસિક સ્થિતિ અંગે પણ શંકા ઉપજાવી:તેમનું મગજ બરાબર ન હોવાનો દાવો: પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદીરે પ્રેસ કોન્ફરન્સમાં કર્યા સનસનીખેજ ખુલાસા

નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધતી રહી છે, પાકિસ્તાન સરકારે ઈમરાન ખાનના મેડિકલ રિપોર્ટ જાહેર કર્યા હતા. જેમાં અનેક હડકંપ મચાવતા ખુલાસા થયા છે. ખાસ વાત એ  છે કે રિપોર્ટમાં તેઓની માનસિક સ્થિતિને લઈને પણ અનેક ખુલાસા થયા છે. એટલું જ નહીં ગત વર્ષે રેલી દરમિયાન લાગેલી ગોળીથી પગમાં ફેક્ચરને પણ ઢોંગ ગણાવ્યું હતું. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદીરે પ્રેસ કોન્ફરન્સ મારફતે ઇમરાન ખાનનો મેડિકલ રિપોર્ટ લોકો સમક્ષ રજૂ કર્યો હતો.

 અબ્દુલ કાદીરે માહિતી આપતા જણાવ્યું કે અલ કાદિર ટ્રસ્ટના કેસમાં સંડોવણી બદલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની ધરપડ કરાય છે. 9 મે ના રોજ તેમના યુરીન સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેની ચકાસણી દરમિયાન સામે આવ્યું કે તે કોકીન અને આલ્કોહોલ જેવા પદાર્થનું સેવન કરતો હતો. વધુમાં વરિષ્ઠ પાંચ ડોક્ટરોની પેનલે તેમની માનસિક સ્થિતિ અંગે પણ શંકા ઉપજાવી હતી. જેમા તેમનું મગજ બરાબર ન હોવાનો દાવો કરાયો છે

 

ખાનના યુરિનના રિપોર્ટમાં આલ્કોહોલ અને કોકિંગ જેવા ઝેરી પદાર્થોની હાજરી જોવા મળી હતી. ખાસ વાત એ છે કે મેડિકલ રિપોર્ટમાં તેમના પગમાં તોટેલા હાડકા અંગેના કોઈ પણ ઉલ્લેખ ન હોવા છતાં તેઓ છેલ્લા કેટલાક સમયથી પગમાં પ્લાસ્ટર લગાવીને રાખે છે જે પણ શરમજનક બાબતો હોવાનું જણાવ્યું હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બરે પંજાબ પ્રાંતમાં સંઘીય સરકાર સામેની કૂચ દરમિયાન ફાયરિંગ થયું હતું. જેમાં તેમને પગમાં ગોળી વાગી હતી. પટેલે કહ્યું, કે ક્યારેય કોઈને ત્વચા કે સ્નાયુ પરના ઘા પર પ્લાસ્ટર લગાવતા જોયા છે? હવે પાકિસ્તાન મેડિકલ એન્ડ ડેન્ટલ કાઉન્સિલ સંસ્થાને ડૉક્ટર સામે શિસ્તભંગના પગલાં માટે પત્ર લખશે. કારણ કે તેઓનો પગ ભાંગી ગયો તે વાત ખોટી હતી. ભ્રષ્ટાચારના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટથી ખાનની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હતી. પીટીઆઈ અને તેના સમર્થકો પરના ક્રેકડાઉન વચ્ચે ખાનનો મેડિકલ રિપોર્ટ રજૂ કરાયો હતો.

(12:41 am IST)