મુખ્ય સમાચાર
News of Friday, 26th May 2023

ગુજરાત ટાઇટન્સની ધમાકેદાર જીત :મુંબઈ ઈન્ડીયન્સને હરાવીને પહોંચી ફાઇનલમાં : રવિવારે CSK સામે ટકરાશે

શુભમન ગીલે 60 બોલમાં 129 રન ફટકાર્યા : મુંબઈને 234 નો ટાર્ગેટ આપ્યો: ગુજરાતે 62 રન સાથે જબરદસ્ત જીત હાંસલ કરી

IPL 2023 મા આજે અમદાવાદમાં સેમિફાઈનલનો રોમાંચક મુકાબલો ખેલાયો હતો. બીજી ક્વોલિફાયર મેચમાં પ્રથમ બેટિંગ કરી ગુજરાત ટાઈટન્સે રનો ખડકલો કર્યો હતો. જ્યા પહોંચતા મુંબઈને મોઢે ફિણ આવી ગયા હતા અને ગુજરાતે જીત પોતાને નામ કરી હતી. ગુજરાતે 62 રન સાથે જબરદસ્ત જીત હાંસલ કરી ફાઇનલમાં પોતાની સીટ પાકી કરી લીધી હતી. મુંબઈને 234 નો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં શુભમન ગિલે રીતસરની તોફાની બેટિંગ કરી 49 બોલમાં તોફાની સદી ફટકારી જેટલા રનનો પહાડ સર્જ્યો હતો. ગિલની આ સદી મુંબઈ ઇન્ડિયન્સને ભારે પાડી હતી. 31 રન પર ડેવિડે તેનો કેચ છોડ્યો હતો. આ જીવનદાન બાદ ગિલ પુરી રીતે ખીલ્યો હતો અને શુભમને સુરાતન સાથે ચોગ્ગા છગ્ગા ફટકારી 60બોલમાં 129 રન બનાવ્યાં હતા. જેમાં 10 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ છે.શુભમન ગિલે તોફાની ઈનિંગ રમીને મુંબઈ ઈન્ડીયન્સના બોલર્સને બેહાલ કરી મૂક્યાં હતા.

તિલક વર્માએ 14 માં 43 રન કરી ઇનિંગ્સમા મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સની ઉમ્મીદ જીવિત કરી હતી. પરંતુ તે રાસીદ ખાનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. કેમરન ગ્રીન પણ 20 બોલમાં 30 રન બનાવી આઉટ થયો હતો. તેમજ સૂર્ય કુમાર યાદવ દર વખતની જેમ આ વખતે પણ ફૂલ ફોર્મમાં જોવા મળ્યો હતો. તેને 38 બોલમાં 61 રનની તોફાની બેટિંગ કરી હતી. જોકે તેમની આ બેટિંગ વ્યર્થ ગઈ હતી. બાદમાં એક પછી એક ધડાધડ વિકેટ પડી હતી.

મુંબઈ ઈન્ડીયન્સના સારા ગણાતા બોલર મધવાલે 3 ઓવરમાં 43 રન આપ્યાં હતા. શુભમન ગિલે એક રીતે મધવાલને બરાબરનો ધોઈ નાખ્યો હતો. જોકે છેલ્લે મધવાલે જ શુભમનને આઉટ કર્યો હતો. શુભમને ગિલે આ આઈપીએલમાં એક મહારેકોર્ડ કર્યો છે. તેણે ચાર મેચમાં ત્રીજી સદી ફટકારી છે.

(12:07 am IST)