મુખ્ય સમાચાર
News of Friday, 27th May 2022

ઈસ્તાંબુલમાં આતંકવાદી સંગઠન ISISના નવા વડા અબુ અલ હસન અલ કુરૈશીની ધરપકડ

રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અલ-કુરૈશીની ધરપકડની સત્તાવાર જાહેરાત કરી શકે

ઈસ્તાંબુલમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ્સ આઈએસઆઈએસના નવા વડા અબુ અલ હસન અલ કુરૈશીની ધરપકડ કરવામાં આવી છે એવો  દાવો કરવામાં આવશે. તુર્કીની ન્યૂઝ વેબસાઈટ OdaTV અનુસાર, ઈસ્તાંબુલમાં સત્તાવાળાઓએ અબુ અલ-હસન અલ-કુરૈશીની ધરપકડ કરી છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆનને અલ-કુરેશીની ધરપકડની જાણ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ટૂંક સમયમાં અલ-કુરૈશીની ધરપકડની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

મળતી માહિતી મુજબ, અબુ અલ-હસન અલ-કુરૈશીની પોલીસે ઘણી મહેનત બાદ ધરપકડ કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે અબુ અલ-હસન અલ-કુરૈશી એક ઘરમાં હાજર છે. આ પછી પોલીસે તે ઘરની રેકી શરૂ કરી. આ પછી તુર્કીની પોલીસે સંપૂર્ણ પ્લાનિંગ સાથે ઘર પર દરોડા પાડ્યા હતા. સદનસીબે આ સમયગાળા દરમિયાન કોઈ ગોળીબાર થયો ન હતો. ઉલ્લેખનીય છે કે, ઈસ્લામિક સ્ટેટ્સના અગાઉના નેતા ફેબ્રુઆરીમાં સીરિયામાં અમેરિકી કાર્યવાહીમાં માર્યા ગયા હતા.

(10:54 pm IST)