મુખ્ય સમાચાર
News of Thursday, 26th May 2022

IAS દંપતીને સ્ટેડિયમમાં કુતરાને ફેરવવું મોંઘું પડ્યું; પતિની લદ્દાખ અને પત્નીની અરૂણાચલ બદલી કરાઈ

સંજીવ ખિરવારને લદ્દાખ અને તેમની પત્ની રિંકૂ દુગ્ગાને અરૂણાચલ પ્રદેશ ટ્રાંસફર કરાઈ : બંને અધિકારી 1994 બેચના

નવી દિલ્હી :  દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં કુતરાને ફેરવવું IAS દંપતિને ભારે પડ્યું છે. કુતરાને ફેરવવાનો મુદ્દો મીડિયામાં ખૂબ ઉછળ્યો હતો, એટલા માટે આ અધિકારીઓએ પર ગૃહ મંત્રાલય તરફથી ગાજ ગરજી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કુતરાને ફેરવવાના આરોપમાં IAS દંપત્તિ સંજીવ ખિરવાર અને રિંકૂ દુગ્ગાને અલગ-અલગ જગ્યા પર બદલી કરી દીધી છે. 

ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર સંજીવ ખિરવારને લદ્દાખ અને તેમની પત્ની રિંકૂ દુગ્ગાને અરૂણાચલ પ્રદેશ ટ્રાંસફર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે આ બંને જ અધિકારી 1994 બેચના છે. 

  દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં એથલીટ અને કોચ સતત આ ફરિયાદ કરી રહ્યા હતા કે તેમને સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરતાં રોકવામાં આવ્યા છે. તેની પાછળનું કારણ દિલ્હીના પ્રધાન સચિવ સંજીવ ખિરવાર અને તેમને પત્ની આ સ્ટેડિયમમાં કુતરાને ફેરવવા માટે આવે છે. 

કહેવામાં આવી રહ્યું છે કે સાંજે 6:30 વાગે મોટાભાગે આ જોવામાં આવ્યું છે કે સ્ટેડિયમના ગાર્ડ સીટી વગાડતાં મેદાન ખાલી કરાવી દે છે. ત્યારબાદ IAS અધિકારી સંજીવ ખિરવાર પોતાના કુતરાને સ્ટેડિયમામાં ફેરવતાં જોવા મળે છે. જોકે ત્યાગરાજ સ્ટેડિયમને વર્ષ 2010 ના કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવવામાં આવ્યું હતું. 

(1:11 am IST)