મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

Paytm બેન્ક પોસ્ટ પેઇડ વોલેટ સુવિધા વિરૂધ્ધ દિલ્હી હાઇકોર્ટમાં પિટીશન દાખલઃ RBIએ આપેલા લાયસન્સમાં લોન કે ક્રેડીટ આપવા ઉપર પ્રતિબંધ હોવા છતા ગ્રાહકોને અપાતી સુવિધા બેંકીંગ લોના ભંગ સમાનઃ RBI તથા Paytm બેંકનો ખુલાસો માંગતી દિલ્હી હાઇકોર્ટ

ન્યુદિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટએ PayTm પેમેન્ટ બેન્કની પોસ્ટ પેઇડ વોલેટ સુવિધા અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા PayTm પેમેન્ટ બેંકને નોટીસ પાઠવી છે.

પાયલ બાહલ નામક એડવોકેટએ હાઇકોર્ટમાં દાખલ કરેલી પિટીશન મુજબ ઉપરોકત સુવિધા ગેરકાયદે છે તથા બેંકીંગ લો એન્ડ રેગ્યુલેશન્શના ભંગ સમાન છે.

RBI એ PayTm પેમેન્ટ બેંકને આપેલા લાયસન્સ મુજબ કોઇપણ જાતની લોન કે ક્રેડીટ સુવિધા આપવાનું કૃત્ય ગેરકાયદે ગણાશે તેવી ચોખવટ છે. પરંતુ PayTm દ્વારા ગ્રાહકોને અપાતી પોસ્ટ પેઇડ સુવિધા આ સુચનાના તથા સેકશન ૧.૬ના ઉલ્લંઘન સમાન છે. જેને ધ્યાને લઇ હાઇકોર્ટ ચિફ જસ્ટીસની બેન્ચે ખુલાસો માંગતી નોટીસ પાઠવી છે તેવું B એન B દ્વારા જાણવા મળે છે.

(8:37 pm IST)