મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

ઓસ્ટ્રેલીયાની સરકારમાં વિક્રમ સર્જાયોઃ ૭ મહિલા સાંસદોને પ્રધાન બનાવ્યા

 મેલ્બોર્નઃઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનના નવા પ્રધાનમંડળમાં વિક્રમરૂપ સાત મહિલા સહિત કુલ ૨૨ સભ્યો છે. આજે રચાયેલું આ નવું પ્રધાનમંડળ બુધવારે શપથ ગ્રહણ કરશે. વડાપ્રધાન મોરિસનના નેતૃત્વમાં રહેલા શાસક કન્ઝર્વેટિવ મોરચાએ વિપક્ષ લેબર પાર્ટીને હરાવી દેતાં વિપક્ષ નેતા બિલ શોર્ટેને રાજીનામું આપ્યું હતું.

મોરિસને આજે પ્રધાનોને ખાતાની વહેંચણી પણ કરી છે. લિન્ડા રેનોલ્ડઝ દેશના સંરક્ષણ પ્રધાન, જયારે બ્રિડગેટ મેરેન્ઝિ ઓસ્ટ્રેલિયાના પહેલવહેલા મહિલા કૃષિ પ્રધાન બન્યા છે.

મોરિસને જણાવ્યું કે તેઓ એમના પ્રધાનમંડળના સાથીઓ પાસે ઊંચી અપેક્ષા રાખે છે. પોતે પ્રત્યેક પ્રધાન માટે કામગીરીનું સ્પષ્ટ લક્ષ્યાંક પણ ધરાવે છે, એમ એમણે ઉમેર્યું. સેનેટર આર્થર સિનોડિનોઝ દેશના અમેરિકા ખાતેના રાજદૂત નિમાયા છે. વર્તમાન અમેરિકી રાજદૂત જો હોકીનો કાર્યકાળ પૂરો થતાં સિનોડિનોઝ એમનો પદભાર સંભાળશે.

(3:55 pm IST)