મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

ઇમરાને અભિનંદન આપ્યાઃ નરેન્દ્રભાઇ જરાય પીગળ્યા નહિઃ સ્પષ્ટ કહયું આતંકમુકત માહોલ જરૂરી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતથી વિજયી રહી સત્ત્।ા સંભાળનારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. પાકિસ્તાની વડાપ્રધાને આશા વ્યકત કરી હતી કે લોકોની ભલાઈ માટે બંને દેશો મળીને કામ કરશે. ઈમરાન ખાનના ફોનના જવાબમાં વડાપ્રધાન મોદીએ ઇમરાન ખાનને કહ્યું કે, ક્ષેત્રની શાંતિ અને સમૃદ્ઘિ માટે હિંસામુકત અને આતંકમુકત માહોલ ઘણો જરૂરી છે. જયાં સુધી આતંકવાદની સ્થિતિમાં સુધારો નહીં આવે ત્યાં સુધી બંને દેશો વચ્ચે સ્થિતિ સુધરે તેમ નથી. ફેબ્રુઆરીમાં પુલવામા આત્મઘાતી હુમલો અને તે બાદ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહંમદના સૌથી મોટા આતંકી કેમ્પ પર ભારતીય હવાઈ દળની સ્ટ્રાઇક બાદ પહેલી વખત બંને દેશોના વડા પ્રધાનોએ ફોન પર વાત કરી છે.

(3:50 pm IST)