મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

રાહુલની મદદ માટે કોંગ્રેસ વર્કિગ પ્રેસિડેન્ટની પોસ્ટ ઉભી કરશે

રાહુલ ગાંધીને પાર્ટી મજબુત બનાવવા પ્રપોઝલ આપવાનું પણ કહેવાયું

નવી દિલ્હી તા ૨૭ :  લોકસભાની ચૂંટણીઓમાં મોટી હાર બાદ કોંગ્રેસ અધ્ય રાહુલ ગાંધીના રાજીનામાની ઓફરને કોંગ્રેસ વર્કિગ કમીટીએ માનવાનો ઇન્કાર કર્યો છે. સીડબલ્યુસીના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષને પાર્ટી નેતૃત્વમાં મોટાં પરિવર્તનો કરવાની પણ આઝાદી આપી છે.

એવું જાણવા મળ્યું છે કે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ વર્કીગ કમીટીના અધ્યક્ષનું એક પદ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. રાહુલને ચૂંટણીમાં હારનાં કારણો પર વિચાર કરવા અને પાર્ટીને મજબુત બનાવવા પ્રપોઝલ આપવા તેમજ એક કાર્ય યોજના તૈયાર કરવા માટે કમીટી બનાવવાની સલાહ આપવાનું પણ કહેવાયું છે કે, કમીટીના નિષ્કર્ષો અને પ્રપોઝલને સામુહીક વિચાર માટે પૂર્ણ સીડબલ્યુસી મીટીંગમાં રાખવામાં આવે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે પાર્ટીના અકબર રોડ સ્થિત મુખ્યાલય પર એક વર્કિગ પ્રેસિડન્ટ હાજર હશે તો પાર્ટી અધ્યક્ષને મદદ મળશે અને રાહુલ ગાંધીને રોજિંદા કામકાજમાંથી મુકિત મળી શકશે. તેનાથી પાર્ટી અધ્યક્ષ સંગઠન અને રાજકીય કાર્યો માટે દેશભરમાં યાત્રા કરી શકશે. કેરળ અને પંજાબને છોડીને લોકસભા ચૂંટણીને દેશભરમાં કમજોર સ્થિતિમાં સામે આવી છે.

ગાંધી પરીવારની બહાર કોઇ પણ નેતા વર્કિગ પ્રેસિડન્ટ બનવાથી પાર્ટીની અંદર યોગ્ય સંદેશ જશે કેમ કે હજુ પાર્ટીના મુખ્ય નેતૃત્વ પર ગાંધી પરિવારનું નિયંત્રણ છે. રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ છે, સોનિયા ગાંધી સીપીપીના પ્રમુખ છે અને એઆઇસીસીના જનરલ સેક્રેટરી તરીકે પ્રિયંકાને જવાબદારી સોંપાઇ છે.

(3:39 pm IST)