મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

મા-બાપનું મૂલ્ય તેમની ગેરહાજરીમાં જ સમજાય છે : પ્રિયા દત્તની હૃદયસ્પર્શી ટ્વીટ

ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક ઉપરથી કોંગ્રેસના સાંસદ અને સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા સ્વ.સુનિલ દત્તના પુત્રી પ્રિયા દત્ત ૨૦૧૯ની હાલની ચૂંટણીમાં પરાજિત થયા છે. પ્રિયા દત્તે ટ્વીટર ઉપર પિતાની સાથેની તસ્વીર શેર કરી હૃદયસ્પર્શી ટ્વીટ મૂકેલ છે. 'માતા-પિતા અણમોલ છે, તેઓ એટલા કિંમતી છે કે તેમને હંમેશ પ્રેમાળ સારસંભાળથી ભીંજવી દેજો. તમને એમની કિંમત ત્યારે જ સમજાય છે, જયારે તેમની ખુરશીમાં તેમનો દેહ જોવા નથી મળતો. પિતાજી (સુનિલ દત્ત)ની વિદાયને આજે ૧૪ વર્ષ થયા છે, હું તેમને પ્રતિપળ, પ્રત્યેક દિવસ 'મીસ' કરૃં છું. પ્રિયા દત્તે તેમના પિતા સાથેની લાગણી સભર તસ્વીર પણ શેર કરી છે. પ્રિયા દત્ત 'નરગીસ દત્ત ફાઉન્ડેશન'ના ચેરમેન પણ છે. જે ટ્રસ્ટ કેન્સરગ્રસ્ત લોકો માટે કાર્ય કરી રહ્યું છે.

(1:19 pm IST)