મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

" ગુગલ સાયન્સ ફેર ગ્લોબલ કોન્ટેસ્ટ " : ગુગલ આયોજિત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળા માટે પસંદ કરાયેલા 100 સ્પર્ધકો : દુબઇ સ્થિત ભારતીય મૂળના 15 વર્ષીય છાત્ર શમિલ કરીમે પ્રથમ સ્થાન મેળવ્યું :

દુબઇ :  ગુગલ સાયન્સ ફેર ગ્લોબલ કોન્ટેસ્ટ . ગુગલ આયોજિત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળા માટે વિશ્વ સ્તરે 100 સ્પર્ધકો પસંદ કરાયા છે.જેમાં દુબઇની હાઈસ્કૂલમાં 11 માં ધોરણમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના 15 વર્ષીય છાત્ર શમિલ કરીમે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

વીજળીના બચાવ માટે શમીલે તૈયાર કરેલા પ્રોજેક્ટ મુજબ મોડી રાત્રે રસ્તા ઉપર તમામ સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવાને બદલે વ્યક્તિ કે વાહન નીકળે ત્યારે ઓટોમેટિક લાઈટ ચાલુ થાય અને પસાર થઇ ગયા પછી મંદ પડી જાય તેવી સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ અમલી બનાવવાની જરૂર છે.જેથી વિદ્યુતનો બચાવ થઇ શકે.

(12:21 pm IST)