મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

સમય સમય બલવાન !

ઉપરોકત તસ્વીર ખૂબ જ સુચક અને સમયની મહાનતા દર્શાવનારી છે. અકિલાના વાંચક શ્રી ડી.પટેલે મોકલેલ આ તસ્વીરમાં મોટરમાં મ.પ્ર.ના કોંગી દિગ્ગજ જયોતિરાદિત્ય સિંધિયા બેઠા છે અને બાજુની તસ્વીરમાં આ ચૂંટણીમાં મોટો અપસેટ સર્જી વિજેતા બનેલ ભાજપના ઉમેદવાર અને તદ્દન સામાન્ય કોંગી કાર્યકરમાંથી ભાજપમાં આવેલા કે. પી. યાદવ દર્શાય છે.  કોંગ્રેસના એક સમયના નાના ગજાના આ કાર્યકર - નેતાની ગત પેટાચૂંટણીમાં અવગણના થતા તે ભાજપમાં જોડાયેલ. આ તસ્વીરની અગત્યતા એ છે કે કૃષ્ણપાલ યાદવ (કે.પી.યાદવ)ની ભાજપ તરફથી ઉમેદવારી જાહેર થતાં જયોતિરાદિત્યજીના પત્નિએ પોતાના ફેસબુક પેઈજ ઉપર ઉપરોકત તસ્વીર શેર કરી લખ્યુ હતું કે જે લોકો શ્રી સિંધિયા સાથે સેલ્ફી માટે લાઈનમાં ઉભા રહેતા હતા તેઓ આજે સિંધીયાની સામે ઉભા છે. 'એલઓએલ.'

(11:50 am IST)