મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

કેરળમાં ચોમાસુ મોડું :કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના: ઉત્તર ભારતમાં 'લૂ' ના કારણે એલર્ટ

કાલથી તમિલનાડુ તેમજ પુડુચેરીના અમુક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે: બુધવારે અને ગુરુવારે અસમ, મેઘાલય અને ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદ પડશે

નવી દિલ્હી :ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ નહિ હોવાના કારણે આ વર્ષે પણ ચોમાસુ આગળ વધવામાં મોડુ થઈ રહ્યુ છે. ચોમાસુ 18 મેના રોજ અંદમાન તેમજ નિકોબાર ટાપુઓ પર પહોંચી ગયુ હતુ પરંતુ અહીં હજુ સમગ્ર ક્ષેત્રમાં પહોંચી શક્યુ નથી આ કારણે તે કેરળ કિનારે પાંચ દિવસ મોડુ એટલે કે 6 જૂનના રોજ કેરળ પહોંચશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અધિક મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યુ કે અરબ સાગરમાં પરિસ્થિતિઓ અનુકૂળ ન હોવાના કારણે ચોમાસુ આગળ વધવાની ગતિ ધીમી છે જો કે તેમણે કહ્યુ કે બુધવાર-ગુરુવાર સુધી અનુકૂળ થઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ આ વર્ષે પાંચ દિવસ લેટ થઈ 6 જૂન સુધી કેરળના તટ પર પહોંચવાની સંભાવના છે.

હવામાન વિભાગે પોતાના બુલેટિનમાં કહ્યુ કે બુધવારે અને ગુરુવારે અસમ, મેઘાલય અને ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં સારો વરસાદ થઈ શકે છે. જો કે અમુક સ્થળો પર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, 26-28મે વચ્ચે કર્ણાટકા દક્ષિણી આંતરિક ભાગો અને મંગળવાર-બુધવારે તમિલનાડુ તેમજ પુડુચેરીના અમુક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

(11:32 am IST)