મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

ઉત્તર ભારતમાં ગરમી ચરમસીમાએ ;પારો 45 ડિગ્રીએ પહોંચ્યો :અનેક રાજ્યોમાં લૂ ના કારણે જનજીવન ત્રસ્ત

રાતે પણ રાહત મળી શકતી નથી. રાતે પણ તાપમાન સામાન્યથી વધવા લાગ્યુ

નવી દિલ્હી :ઉત્તર ભારતમાં ગરમી ચરમ સીમાએ છે, સૂર્યના વધતા તાપના કારણે પારો એક વાર ફરી થઈ 40-45 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. ભીષણ ગરમીના કારણે જનજીવન બેહાલ થવા લાગ્યુ છે. દિવસની ગરમીથી હવે રાતે પણ રાહત મળી શકતી નથી. રાતે પણ તાપમાન સામાન્યથી વધવા લાગ્યુ છે.

હવામાન વિભાગ મુજબ પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, તેલંગાના, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ મરાઠવાડા, છત્તીસગઢ અને ઓડિશામાં આજે લૂના કારણે લોકો બેહાલ રહેશે. એટલુ જ નહિ આગલા 4-5 દિવસ સુધી તેલંગાના, પૂર્વી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં લૂમાં વધારો થવાના અણસાર છે.

(11:31 am IST)