મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

મોદીના શપથગ્રહણ સમારોહમાં શું ઇમરાન ખાનને આમંત્રણ મળશે?: ટેલિફોન પણ મોદીને શુભેચ્છા પાઠવતા અટકળ શરૂ

ઇમરાન ખાને કહ્યું કે તેઓ ભારતીય વડા પ્રધાન સાથે આ મુદ્દે કામ કરવા ઉત્સુક

નવી દિલ્હી :ગત 14 ફેબ્રુઆરીએ ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોના કાફલા પર થયેલા ઉગ્રવાદી હુમલા અને ત્યાર બાદ બાલાકોટમાં થયેલી ઍરસ્ટ્રાઇક બાદ પ્રથમ વખત ભારત અને પાકિસ્તાના વડા પ્રધાન વચ્ચે રવિવારે સીધી વાતચીત થઈ હતી .

ભારતીય અને પાકિસ્તાની વિદેશ મંત્રાલયોએ જણાવ્યું કે પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને ભારતના વડા પ્રધાન મોદીને ટેલિફોન કરી લોકસભા ચૂંટણીમાં વિજય બદલ શુભેચ્છા પાઠવી છે

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર તેમણે (ઇમરાન ખાને) ભારપૂર્વક કહ્યું કે આપણા પ્રદેશમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે વિશ્વાસ, હિંસા અને આતંકવાદમુક્ત માહોલ બનવો જરૂરી છે."

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ ઇમરાન ખાને ભારતીય વડા પ્રધાન સાથે દક્ષિણ એશિયામાં શાંતિ, વિકાસ અને પરસ્પર સહયોગના પોતાના વાયદાની ચર્ચા કરી હતી.

વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે તેઓ ભારતીય વડા પ્રધાન સાથે આ મુદ્દે કામ કરવા ઉત્સુક છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ શપથગ્રહણ સમારોહમાં મોદીએ દક્ષિણ એશિયાના રાષ્ટ્રપ્રમુખોને આમંત્રિત કર્યા હતા.

(11:31 am IST)