મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

દેશની સૌથી ''સુંદર'' સાંસદઃ પ-બંગાળથી જીતી પહોંચી સંસદઃ તૃણમુલની છેઃ મિમી ચક્રવતીની

ઉંમર માત્ર ૩૦ વર્ષઃ ૨૧ ફિલ્મો કરી છે

કોલકતા, તા.૨૭: લોકસભા ચૂંટણી ૨૦૧૯ જીતીને ૧૭મી લોકસભાનો ભાગ બનેલી પશ્યિમ બંગાળની મિમી ચક્રવતીની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. તેને સૌથી સુંદર સાંસદ બતાવવામાં આવી રહી છે. અસલમાં રાજનીતિમાં આવ્યા પહેલા મિમી ચક્રવર્તી એક ફિલ્મ અભિનેત્રી રહી છે. આ વર્ષે પણ તેની બે ફિલ્મ રીલિઝ થવા તૈયાર છે. મિમી ચક્રવર્તીને આ વખતે મમતા બેનરજીએ તૃણમૂલ કોંગ્રેસની ટિકીટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારી હતી. મિમીએ પશ્યિમ બંગાળની જાદવપુર સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી.મિમીએ જાદવપુર સીટ પરથી ૪૭.૯૧ ટકા વોટ શેર સાથે કુલ ૬૮૮૪૭૨ વોટ મેળવ્યા. જયારે તેના વિરોધી બીજેપીના ઉમેદવાર અનુપમ હજારેને ૨૭.૩૭ ટકા વોટ શેર સાથે કુલ ૩૯૩૨૩૩ વોટ મળ્યા.મિમીએ પોતાના વિરોધીઓેને ત્રણ લાખ વોટના અંતરથી હરાવ્યા. ચૂંટણી પ્રચાર દરમ્યાન તેની પર વિરોધીઓએ દ્યણા પ્રચાર પ્રહાર કર્યા હતા, એક વીડિયો પણ વાયરલ થયો હતો.મિમી એક પ્રોફેશનલ ફિલ્મ અભિનેત્રી છે. તેણે સ્કિનને લઈ સચેત રહેવું પડે છે. પરંતુ પ્રચારમાં તેણે શરીરનું બહુ ધ્યાન ન આપ્યું. તે સમયે મિમી દ્વારા ભરવામાં આવેલા એક પગલાનો વીડિયો વાયરલ થઈ ગયો હતો.આ મામલો હેન્ડ ગ્લોઝ પહેરી લોકોને હાથ મિલાવવાનો હતો. વાયરલ વીડિયો એટલો ફેલાયો કે, તેણે તેની સ્પષ્ટતા કરવી પડી હતી.

જોકે, આ વીડિયોનો વધારે પ્રભાવ ન પડ્યો. દેશમાં મોદી લહેર હોવા છતા મિમીએ સારા એવા મતથી જીત મેળવી.

તેણે અભિનય કરિયરની શરૂઆત ૨૦૦૮માં શરૂ કરી હતી. પરંતુ ટીવી

મિલીને અભિનય માટે અત્યાર સુધીમાં ચાર એવોર્ડ મળી ચુકયા છે. સિરીયલ ગનેર અપોરથી વધારે કયાતી પ્રાપ્ત થઈ.તેણે લગભગ ૧૦ વર્ષ બંગાળી સિનેમામાં સારા રોલ કરી ચુકી છે. અત્યાર સુધીમાં તેણે વર્ષ ૨૦૧૨ બાપી બારી જા બાદ ૨૧ ફિલ્મો કરી ચુકી છે.મિમીની ઉંમર હાલમાં ૩૦ વર્ષ છે. તેનો જન્મ પશ્યિમ બંગાળના જલપાઈગુડી શહેરમાં વર્ષ ૧૯૮૯માં થયો હતો. બાળપણ અરૂણાચલમાં વિતાવ્યું. અભ્યાસ જલપાઈગુડી શહેરમાં કર્યો.(૨૨.૪)

 

(10:08 am IST)