News of Sunday, 27th May 2018
કર્ણાટકમાં ખાતાની વહેંચણીમાં ડખ્ખા : જાહેર કરવામાં મોડું થશે
સોનિયા ગાંધી આજ રાત્રે હેલ્થ ચેકઅપ માટે રાહુલ સાથે વિદેશ જઈ રહયા છે : પરત આવે પછી ૪-૫ જૂનના બેઠક યોજાશે :તે પછી અંતિમ નિર્ણય લેવાશે
નવી દિલ્હી :કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર રચાઈ છે પરંતુ ખાતાની વહેંચણીમાં ડખ્ખા થયા છે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા હતા પરંતુ હજુ મડાગાંઠ ઉકેલાઈ નથી જેના પગલે ખાતાઓ જાહેર થવામાં વિલબ થઇ શકે છે
કર્ણાટકમાં પ્રધાનોને ક્યા ખાતા આપવા તે બાબતે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ભારે મડાગાંઠ સર્જાઈ છે. ગૃહ, નાણાં , લોકનિર્માણ, ઉર્જા, સિંચાઈ અને શહેરી વીકાસ જેવા સારા ! ખાતા કોણ રાખે એ બાબતે સહમતી થઇ નથી.આટલી પછડાટો પછી પણ કોંગ્રેસ અને જેડીએસ જેવા વિપક્ષો સમજતા નથી એ વિરોધ પક્ષોની કમનસીબી છે તેમ રાજકીય પંડિતો કહી રહયા છે.
(10:20 pm IST)