મુખ્ય સમાચાર
News of Sunday, 27th May 2018

ઇકવીટી મ્યુચ્યલ ફન્ડમાં રોકાણ કરવા ઝારખંડ અને બિહારે બાજી મારી :મહારાષ્ટ્ર અને ગુજરાતને પાછળ ધકેલ્યું

નવી દિલ્હી, બેન્કોમાં ધીમેધીમે ઘટી રહેલા વ્યાજદરની સામે હવે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના નામ સાથે મોખરે આવ્યા હતા. પરંતુ હવે ચિત્ર બદલાઇ રહ્યુ છે. ઝારખંડ-બિહાર જેવા રાજ્યો પણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી રહ્યા છે.

   એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાએ (AMFI) જારી કરેલા ડેટામાં બતાવ્યુ છે કે કયા રાજ્યમાં મ્ચ્યુઅલ ફંડમાં કરવામાં આવેલા રોકાણમાં ઇક્વિટી ફંડનો કેટલો હિસ્સો છે. જે મુજબ ઝારખંડમાં તેના 73 ટકા રોકાણ ઇક્વિટીમાં આવી રહ્યુ છે. જ્યારે બિહારમાં તે 72 ટકા છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં મોખરે રહેતા મહારાષ્ટ્રમાં 32 ટકા જ્યારે ગુજરાતમાં 51 ટકા છે.

(9:51 pm IST)