મુખ્ય સમાચાર
News of Sunday, 27th May 2018

ઉદ્ધવ ઠાકરે કરતા વધુ શિષ્ટાચાર મારી પાસે છે: મારે સલાહની જરૂર નથી : યોગી આદિત્યનાથ

ઉદ્ધવ ઠાકરના ચપ્પલ મારવાના વિવાદાસ્પદ નિવેદન બાદ યોગીની વળતો પ્રહાર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા અપાયેલા વિવાદાસ્પદ નિવેદન પર વળતો જવાબ આપ્યો છે યોગીએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સચ્ચાઈ જાણતા નથી. તેમણે ઉદ્ધવ ઠાકરે પાસેથી કોઈ સલાહ લેવાની જરૂર નથી. સીએમ યોગીએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેથી વધુ શિષ્ટાચાર મારી પાસે છે. મને ખબર છે કે શ્રદ્ધાંજલિ કેવી રીતે અપાય છે. મારે તેમની સલાહ લેવાની કોઈ જરૂર નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિરારમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરવા દરમિયાન ચપ્પલો ન ઉતારવાના મામલે યોગી આદિત્યનાથ ઉદ્ધવ ઠાકરેના નિશાના પર રહ્યાં. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેના પર વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે તેમણે ચપ્પલ પહેરીને શિવાજીની પ્રતિમાને માળા પહેરાવી. મન થયું કે તેમને તેમની જ ચપ્પલથી તેમના ચહેરા પર મારું. તેઓ કોઈ યોગી નથી ભોગી છે. જો તેઓ યોગી હોત તો બધુ છોડીને જતા રહ્યાં હોત અને ગુફામાં જઈને રહેતા હોત. પરંતુ ત્યાં જઈને મુખ્યમંત્રીની ખુરશી પર બેસી ગયા છે.

(11:43 am IST)