મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

IPL2021: રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે બેંગ્લોરની એક રને જીત

ડિવિલિયર્સે 42 બોલમાં નોટઆઉટ 75 રન ફટકાર્યા : હેટમાયર અને પંતની શાનદાર ઇનિંગ

IPL2021 માં આજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રોમાંચક મુકાબલામાં બેંગ્લોરની 1 રનથી જીત થઈ છે. હેટમાયર શાનદાર ઈનિંગ રમતા 53 રન બનાવ્યા હતા, જ્યારે પંતે 58 રનની શાનદાર કેપ્ટન ઈનિંગ રમતા થચા દિલ્હીની હાર થઈ હતી. દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 170 રન બનાવી શકી હતી

બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા દિલ્હીને 172 રનનો ટાર્ગેટ આપ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા. ડિવિલિયર્સે શાનદાર ઈનિંગ રમતા 42 બોલમાં નોટઆઉટ 75 રન બનાવ્યા હતા. આ સિવાય રજત પાટીદારે 31 રન બનાવ્યા હતા. મેક્સવેલે 25 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી ઈશાંત શર્મા,રબાડા, આવેશ ખાન, અમિત મિશ્રા, અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.

(11:55 pm IST)